બ્રેકિંગ ન્યુઝ
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે 10 એપ્રિલે આઈપીએલ ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે IPLમાં 3000 રન સુધી પહોંચનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બની ગયા છે. આ પ્રકારે ઈન્ડિયન પ્રીમિયર લીગની રેકોર્ડબુકમાં શુભમન ગિલે પોતાના નામની એન્ટ્રી કરાવી લીધી. ત્યાં જ આ મેચમાં ગુજરાત ટાઈટન્સે ગજબ અંદાજમાં છેલ્લા બોલ પર 3 વિકેટથી જીત નોંધાવી. આ મેચમાં પહેલા રમતા રાજસ્થાને 196/3નો સ્કોર ઉભો કર્યો હતો.
ADVERTISEMENT
3⃣0⃣0⃣0⃣ runs in #TATAIPL for Shubman Gill 🙌
— IndianPremierLeague (@IPL) April 10, 2024
Another milestone for the @gujarat_titans Captain 👏👏
Follow the Match ▶️ https://t.co/1HcL9A97Ch#RRvGT pic.twitter.com/sNLsCH0RtW
ADVERTISEMENT
IPLમાં સૌથી નાની ઉંમરમાં 3000 રન
આ મેચમાં શુભમન ગિલે 24 વર્ષ અને 215 દિવસની ઉંમરમાં 3000 આઈપીએલ રન બનાવીને મોટી ઉપલબ્ધિ હાસિલ કરી છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે. કોહલીએ 26 વર્ષ અને 186 દિવસમાં આ કામ કર્યું હતું.
3000 રન ઓછી ઉંમરમાં પુરા કરવાના મામલામાં સંજૂ સેમસન ત્રીજા સ્થાન પર છે. તેના બાદ સુરેશ રૈના(27 વર્ષ અને 161 દિવસ) અને રોહિત શર્માનો (27 વર્ષ અને 343 દિવસ) નંબર આવે છે.
ADVERTISEMENT
ICYMI!
— IndianPremierLeague (@IPL) April 10, 2024
Shubman Gill led #GT's fight in a match-winning chase 👌👌
WATCH 🎥🔽 #TATAIPL | #RRvGT https://t.co/hIkqaOIHAn
ADVERTISEMENT
ત્યાં જ રાજસ્થાન રોયલ્સના સામે રમતા ગિલે 4000 ટી20 રન પણ પુરા કર્યા. ફક્ત 24 વર્ષની ઉંમરમાં ગિલે આ ઉપલબ્ધિ હાસિલ કરી બતાવી દીધુ છે કે કેમ તેમને ભારતીય ક્રિકેટના સૌથી શાનદાર પ્રતિભાશાળી ખેલાડી માનવામાં આવે છે?
94 મેચ રમી
ગિલે આઈપીએલમાં 3000 રન બનાવવા માટે 94 ઈનિંગ રમી છે. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી નાની ઈનિંગમાં 3000 રન બનાવનાર સંયુક્ત રીતે ચૌથા સૌથી ફાસ્ટ ખેલાડી છે. વેસ્ટઈન્ડીઝના દિગ્ગજ ક્રિસ ગેલ 75 ઈનિંગમાં આ હાસિલ કરીને ટોપ પર છે. તેના બાદ કેએલ રાહુલ (80) અને જાસ બટલર (85)નો નંબર છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હાર્દિક પંડ્યાથી લઇને વરૂણ ધવન..., જેવી સેલિબ્રિટીઓ રોજ કરે છે આ 7 યોગાસન, જાણો ફાયદા
સૌથી નાની ઉંમરમાં 3000 આઈપીએલ રન
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.