બ્રેકિંગ ન્યુઝ
સુખાસન
આ આસન બેસવાની મુદ્રા છે જે ધ્યાન કરવા માટે ખૂબ જ સારૂ આસન છે. આમા બન્ને પગ એક બીજાની ઉપર રાખીને બેસો અને કરોડરજ્જૂને સીધી રાખો. હાથને ઘૂંટણ પર કે જાંધ પર રાખો. આંખો બંધ કરો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરો.
ADVERTISEMENT

ચક્રાસન
આ આસન શરીરને લચીલું બનાવે છે અને પેટના મસલ્સને મજબૂત કરે છે. તેના માટે સીધા સુઈ પગને વાળીને ઘૂંટણ અને હિપ્સની પાસે લઈ જાઓ. હાથને નીચે જમીન પર રાખો અને શ્વાસ લેતા કમરથી ઉપરની તરફ ઉઠો અને શરીરને એક ચક્રની જેમ બનાવો.
ADVERTISEMENT
સૂર્ય નમસ્કાર
આ યોગાસનું એક ગ્રુપ છે જે આખા શરીરને વ્યાયામ આપે છે. તેને કરવા માટે 12 આસનોનું ક્રમ વારંવાર કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને ઉર્જા મળે છે. પાચન ક્રિયા સારી થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.

ADVERTISEMENT
ચુતરંગ દંડાસન
આ આસન હાથ, ખભા અને પીઠના મસલ્સને મજબૂત કરે છે. તેને કરવા માટે પશુઅપની મુદ્રામાં આવો. હવે કોણીને વાળીને શરીરને નીચે લાવો. અમુક સેકન્ડ માટે આ મુદ્રામાં રહો અને પછી ધીરે ધીરે ઉપર આવો.
ભ્રામણી પ્રાણાયામ
આ પ્રાણાયામ શાંત કરવા અને સ્ટ્રેસ ઓછો કરવા માટે ખૂબ જ સારૂ છે. તેને કરવા માટે બેસીને આંખો બંધ કરો. નાકથી ઉંડા શ્વાસ લો અને શ્વાસ છોડતા સમયે મધમાખી જેવો અવાજ કરો.
ADVERTISEMENT
વધુ વાંચો: કોહલી સાથે ફોટો શેર કરતા જ યજુવેન્દ્ર ચહલના વધી ગયા ફોલોઅર્સ? જાણો શું છે સચ્ચાઇ

ADVERTISEMENT
અધોમુખ વૃક્ષાસન
આ આસન સંતુલન અને એકાગ્રતાને વધારવા માટે ખૂબ જ સારૂ છે. તેને કરવા માટે વૃક્ષાસનની મુદ્રામાં આવો. હવે ધીરે ધીરે આગળની તરફ વળો અને હાથને જીમન પર લાવો. થોડા સેકન્ડ માટે આ મુદ્રામાં રહો અને પછી ધીરે ધીરે ઉપર આવો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.