બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Sports Yuzvendra Chahal gained 10 million followers after sharing photo with Virat Kohli, know reality
યુઝવેન્દ્ર ચહલ IPL 2024માં સતત પર્પલ કેપની રેસમાં છે, તો બીજી તરફ વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પર કબજો જમાવી રાખ્યો છે. આ દરમિયાન કોહલી અને ચહલને લઈને ખૂબ જ રસપ્રદ દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝવેન્દ્ર ચહલના ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સાથેની તસવીર પોસ્ટ કરતાની સાથે જ તેના 10 મિલિયન ફોલોઅર્સ વધી ગયા. પરંતુ શું આ દાવામાં ખરેખર હકીકત છે? જાણીએ શું છે સમગ્ર મામલો.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, રવિવાર, 06 એપ્રિલના રોજ, IPL 2024ની 19મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલી સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. મેચમાં બ્રેક દરમિયાન ચહલ કોહલીના બેટને સ્વિંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આરસીબી બેટિંગ કરી રહ્યું હતું અને રાજસ્થાન બોલિંગ કરી રહ્યું હતું. ચહલ અને કોહલીનો આ ભાઈચારો ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ મેચ બાદ ચહલે વિરાટ કોહલી સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરમાં ચહલનો કોહલીની કમરમાં હાથ અને કોહલીનો હાથ ચહલના ગળે લગાવીને રાખેલો દેખાય છે. ચહલે આ તસવીરને ખૂબ જ સુંદર કેપ્શન આપ્યું અને લખ્યું, "તમે હંમેશા મારા વિરાટ ભૈયા રહેશો."
આ તસવીર પછી દાવાઓ થવા લાગ્યા કે 2-3 દિવસમાં ચહલના 10 મિલિયન ફોલોઅર્સની વધી ગયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરે પોતાની પોસ્ટમાં બે તસવીરો શેર કરી, જેમાં એક તરફ ચહલના 9.4 મિલિયન ફોલોઅર્સ અને બીજી તરફ 19.4 મિલિયન ફોલોઅર્સ દેખાઈ રહ્યા છે. આ તસ્વીર પર દાવા સાથે લખવામાં આવ્યું કે કોહલી સાથે પ્રોફાઈલ ફોટો અપડેટ કરવાની સાથે જ ચહલના 10 મિલિયન ફોલોઅર્સ વધી ગયા.
ADVERTISEMENT
Yuzi Chahal gained 10M + Followers in 2 days after updating his profile pic with Virat Kohli.
— Mahiya18 (@18Mahiya) April 8, 2024
Virat Kohli is massive 👑 #ViratKohli pic.twitter.com/Qsgv0bLaOU
ADVERTISEMENT
વધુ વાંચો: આખરે પૃથ્વી શૉનું સપનું પૂર્ણ થયું, ખરીદ્યો મુંબઇમાં 16.5 કરોડનો આલિશાન બંગલો, શેર કરી તસવીરો
ADVERTISEMENT
સદંતર ખોટો છે આ દાવો
તમને જણાવી દઈએ કે આ દાવો બિલકુલ ખોટો છે, આવું કંઈ થયું નથી. આ સમાચાર લખાયા ત્યાં સુધી ચહલના ઇન્સ્ટાગ્રામ પર 9.4 મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો એડિટ થયેલી છે અને તેમાં કોઈપણ પ્રકારની સત્યતા નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.