બ્રેકિંગ ન્યુઝ
ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન પૃથ્વી શૉ આ દિવસોમાં IPL જોવા મળી રહ્યો છે અને દિલ્હી કેપિટલ્સનો એક ભાગ છે. આ સિવાય પણ પૃથ્વી શૉ કોઈને કોઈ કારણોસર લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. એવામાં હવે શૉએ મુંબઈમાં ખરીદેલા તેના આલીશાન ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ADVERTISEMENT
IPL 2024માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉએ પોતાનું વધુ એક સપનું પૂરું કર્યું છે. તેણે મુંબઈના બાંદ્રામાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે. આ સી ફેસિંગ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેને આ ઘરની તસવીરો પણ શેર કરી હતી. જે હાલ ઘણી વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા પૃથ્વીએ આ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'આ ક્ષણ વિશે સપના જોવાથી લઈને તેને જીવવા સુધીની સફર વાસ્તવિક રહી છે. હું મારા સ્વર્ગનો ટુકડો મેળવવા માટે ખૂબ આભારી છું. સારા દિવસોને આવવા દો.'
ADVERTISEMENT
જો આપણે તેના હાલના ક્રિકેટ વિશે વાત કરીએ તો IPL 2024 સીઝનમાં પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી માટે રમી રહ્યો છે. જો કે ઓપનિંગ બેટ્સમેનને શરૂઆતની કેટલીક મેચોમાં રમવાની તક મળી ન હતી પરંતુ જ્યારે તેને તક મળી ત્યારે તેણે તેને જવા ન દીધી અને 7મી એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 40 બોલમાં 66 રનની તોફાની ઈનિંગ રમીને કહી દીધું હતું કે શરૂઆતની મેચોમાં તેને બહાર રાખવાનો નિર્ણય ખોટો હતો. શૉએ આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ ઇનિંગ્સમાં 39.67ની એવરેજથી 119 રન બનાવ્યા છે.
ADVERTISEMENT
પૃથ્વી IPLમાં અત્યાર સુધી 74 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1813 રન બનાવ્યા છે અને 14 અડધી સદી ફટકારી છે. સાથે જ તેને 2018માં ભારત માટે પ્રથમ ટેસ્ટ રમ્યો હતો અને 2021માં ODI અને T20માં ડેબ્યૂ કર્યું હતું. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021ના રોજ રમી હતી. ત્યારથી પૃથ્વી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.