બ્રેકિંગ ન્યુઝ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે આઈપીએલ 2024ની મેચ રમાવાની છે. આ મેચ માટે બંને ટીમો જોરશોરથી તૈયારી કરી રહી છે અને ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
વિરાટ કોહલીની RCB આ મેચમાં જીત મેળવવાની કોશિશ કરશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ પણ પોતાના જીતના પાટા પર પાછા ફરવા જોઈશે. આવી સ્થિતિમાં ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે. આ મેચ પહેલા વિરાટ કોહલી અને રિંકુ સિંહનો એક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
“Virat bhai ne ek bat diya thha… jo bat diya thha, woh mere se toot gaya” 😂 pic.twitter.com/qoJWWs2fik
— KolkataKnightRiders (@KKRiders) April 21, 2024
ADVERTISEMENT
એ તો જાણીતું જ છે કે વિરાટ કોહલી વિશ્વનો મહાન ક્રિકેટર છે. વિરાટ કોહલીનું બેટ મેળવવું દરેક ક્રિકેટરનું સપનું હોય છે. ઘણા પ્રસંગોએ વિરાટ કોહલી પોતાની વિરોધી ટીમના ખેલાડીઓ અથવા સાથી ખેલાડીઓને બેટ આપતા જોવા મળ્યા છે. તેણે રિંકુ સિંહને પણ આવું જ બેટ આપ્યું હતું.
ADVERTISEMENT
હવે થયું એવું કે રિંકુ સિંહે તે બેટ તોડી નાખ્યું હતું, જે બાદ તેણે KKR અને RCB વચ્ચે રમાનારી મેચ પહેલા વિરાટને આ વાત કહી અને વિરાટ આ વાતને લઈને ગુસ્સે થઈ ગયો. રિંકુએ વિરાટ કોહલી પાસેથી નવું બેટ માંગ્યું અને ત્યારબાદ વિરાટે શાનદાર પ્રતિક્રિયા આપી હતી.
વધુ વાંચો: હાર્દિક પંડ્યા ડિપ્રેશનમાં છે? હૂટિંગના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડ્યું, પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનો દાવો
ADVERTISEMENT
જ્યારે રિંકુ સિંહે વિરાટ કોહલીએ આપેલું બેટ તોડી નાખ્યું અને પછી વિરાટ પાસેથી નવું બેટ માંગવાનો પ્રયાસ કર્યો હતો. વિરાટે તરત જ જવાબ આપ્યો કે તે આમાં શું કરી શકે છે. વાસ્તવમાં રિંકુ સિંહને વિરાટ કોહલી પાસેથી નવા બેટની આશા હતી, પરંતુ વિરાટ કોહલીએ તેને ના પાડી દીધી. વિરાટે કહ્યું કે તે તેને બે મેચમાં બે બેટ આપી શકે તેમ નથી. બંને ખેલાડીઓ વચ્ચેની આ ક્ષણ ખૂબ જ રમુજી છે. KKR ટીમે તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.