બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 RCB have a chance to reach the playoffs MI are also contenders

IPL 2024 / સતત 7 હાર બાદ પણ બેંગ્લોર પાસે પ્લેઓફમાં પહોંચવાની તક, જાણો મુંબઈની શું છે સ્થિતિ

Pravin Joshi

Last Updated: 12:20 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરસીબીની ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર 1 જીત નોંધાવવામાં સફળ રહી છે. આરસીબી પહેલા જ હારનો સિક્સર મારી ચૂકી છે. RCB પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને ટીમના માત્ર 2 પોઈન્ટ છે.

IPL 2024 પ્લેઓફથી થોડાક જ પગલાં દૂર છે. કેટલીક ટીમો વિજયના રથ પર સવાર થઈને પ્લેઓફ તરફ આગળ વધી રહી છે તો કેટલીક હારના પહાડમાં દટાઈ ગઈ છે. સતત હારનો સામનો કરી રહેલી ટીમોમાં RCBનું નામ પણ સામેલ છે. તાજેતરમાં KKR સામેની રોમાંચક મેચમાં RCBને 1 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ RCBના ચાહકો ખૂબ જ નિરાશ છે કે પ્લેઓફ ટીમમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ RCB માટે પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે.

IPL 2024: જીત થાય કે હાર! આઇપીએલની એક સિઝનમાં ટીમ છાપે છે આટલા રૂપિયા,  આંકડો અબજોમાં / IPL 2024 Win or lose teams earn crores players don't spend  a penny

RCBની 7 હાર 

આરસીબીની ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર 1 જીત નોંધાવવામાં સફળ રહી છે. આરસીબી પહેલા જ હારનો સિક્સર મારી ચૂકી છે. RCB પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને ટીમના માત્ર 2 પોઈન્ટ છે. આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં, પ્લેઓફ માટે આરસીબીની આશા કેવી રીતે જીવંત છે? આઈપીએલ 2024માં માત્ર આરસીબી જ નહીં, મુંબઈની પણ હાલત ખરાબ છે પરંતુ ટીમને પ્લેઓફની ટિકિટ મળી શકે છે.

RCB vs PBKS: કોહલીએ સર્જ્યો ઇતિહાસ, બન્યૌ સૌથી વધારે કેચ લેનાર ભારતીય  ફિલ્ડર, જાણો કોનો રેકોર્ડ તોડ્યો / RCB vs PBKS Virat Kohli makes history,  becomes Indian fielder with most ...

કરો યા મરોની પરિસ્થિતિ

RCB ટીમ 8 મેચ રમી છે અને હાલમાં ટીમ પાસે 6 મેચ છે. આ તમામ મેચ જીત્યા બાદ પણ RCB અન્ય ટીમો પર નિર્ભર રહી શકે છે. જો RCB રન રેટને ધ્યાનમાં રાખીને તમામ મેચ જીતે છે તો ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટીમના 14 પોઈન્ટ હોવા જરૂરી છે. RCBના હાલમાં 2 પોઈન્ટ છે અને 6 મેચ જીત્યા બાદ ટીમના 14 પોઈન્ટ થઈ શકે છે. પરંતુ ટીમે રન રેટ પર ખાસ ધ્યાન આપવું પડશે. આવી સ્થિતિમાં RCB માટે દરેક મેચ કરો યા મરો જેવી હશે.

મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઈ સામેની મેચ પહેલા ઇજાગ્રસ્ત થયો  આ ખેલાડી | Mumbai Indians Joffra Archer is injured before the match played  against Chennai Super Kings

વધુ વાંચો : DC vs GT: શ્વાસ થંભી જાય તેવી મેચમાં દિલ્હીની જીત, ગુજરાત છેલ્લા બોલે મેચ હાર્યું

મુંબઈ પણ દાવેદાર 

IPL 2024માં મુંબઈની ટીમ પણ પાછળ રહી ગઈ છે. 8 મેચમાંથી 5 વખતની ચેમ્પિયન ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે. જો મુંબઈની ટીમ આગામી 6 મેચ જીતે છે તો આ ટીમને પ્લેઓફની ટિકિટ મળી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે નસીબ આ બંને ટીમોને સાથ આપે છે કે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

IPL IPL2024 IPLPlayoffs MI Playoff RCB IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ