બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 GT Vs PBKS Shubman Gill is not happy even after defeating Punjab Kings

IPL 2024 / GT Vs PBKS: પંજાબ કિંગ્સને હરાવીને પણ ખુશ નથી શુભમન ગિલ, કહ્યું- ક્યાં કરી હતી ભૂલ?

Megha

Last Updated: 10:03 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને હરાવીને સિઝનની તેમની ચોથી જીત નોંધાવી હતી. જો કે આ જીત પછી પણ જીટી કેપ્ટન બહુ ખુશ દેખાતા ન હતા અને મેચ બાદ શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું હતું.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી દિવસની બીજી મેચમાં, ગુજરાત ટાઇટન્સ (GT) એ પંજાબ કિંગ્સ (PBKS) ને હરાવ્યું અને સિઝનની તેમની ચોથી જીત નોંધાવી. આ જીત બાદ હવે તે -1.055 સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ગુજરાતે 4માં જીત અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત છતાં કેપ્ટન શુભમન ગિલ ટીમના પ્રદર્શનથી થોડો નારાજ દેખાયો. 

ગુજરાત ટાઇટન્સે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. ટીમે છેલ્લી ઓવરમાં 7 વિકેટના નુકસાને 146 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ દાવમાં ગુજરાત ટાઇટન્સના બોલરોએ શાનદાર બોલિંગ કરીને પંજાબ કિંગ્સને 142 રનમાં આઉટ કરી દીધી હતી. આ મેચમાં જીત બાદ જીટી કેપ્ટન બહુ ખુશ દેખાતા ન હતા. મેચ બાદ શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું છે.

ગિલે કહ્યું કે, 'અમારે આ મેચ વહેલા ખતમ કરી દેવી જોઈતી હતી. પરંતુ તે બે પોઈન્ટ પણ મેળવવું સારું છે. ઓવર રેટ સિવાય બધું સારું રહ્યું છે. જ્યારે હું ત્યાં બેટિંગ કરું છું ત્યારે હું ફક્ત બેટ્સમેન તરીકે રમવા માંગુ છું, હું કેપ્ટનશિપ વિશે વધુ વિચારવા માંગતો નથી. લિવિંગસ્ટોન મને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જે બોલ પર હું આઉટ થયો હતો તેના પર જો તેણે મને ઉશ્કેર્યો ન હોત તો પણ મેં તે જ શોટ રમ્યો હોત.'

દેખીતી રીતે, ગિલનું ધ્યાન હવે ટીમના નેગેટિવ રન રેટ પર છે અને રવિવારે પંજાબ કિંગ્સને માત્ર 142 રનમાં આઉટ કર્યા પછી, એવી તક હતી કે તે 15-16 ઓવરમાં મેચ પૂરી કરીને પોતાનો રન રેટ વધારી શક્યો હોત પણ એવું થયું નહતું.' 

વધુ વાંચો: RCB પ્લેઓફમાંથી બહાર થઈ? હવે વિરાટ કોહલીની ટીમને બચાવશે માત્ર એક ચમત્કાર

જણાવી દઈએ કે પંજાબની તેના ઘર મુલ્લાનપુરમાં આ સતત ચોથી હાર છે. તે આ સિઝનમાં અહીં કુલ 5 મેચ રમી છે. તેણે અહીં રમાયેલી પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું અને તે પછી તે ઘરઆંગણે સતત 4 મેચ હારી છે. આ સિવાય તેણે ઘરથી દૂર ત્રણ મેચ રમી હતી જેમાંથી તેણે 2માં હાર અને 1માં જીત મેળવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

GT Vs PBKS Gujarat Titans IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Shubman Gill શુભમન ગિલ IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ