બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 RCB out of playoffs Now only a miracle will save Virat Kohli team
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હારનો સિલસિલો ચાલુ છે. RCB તેમની આઠમી મેચમાં કોલતા નાઈટ રાઈડર્સના હાથે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે, ચાલુ સિઝનમાં આઠ મેચોમાં આરસીબીની આ સાતમી હાર છે અને તેની પ્લેઓફમાં જવાની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે.
ADVERTISEMENT
Here is the latest points table of the Indian Premier League 2024 after 37th Match
— SportsTiger (@The_SportsTiger) April 21, 2024
📸: BCCI/IPL#IPL2024 #TATAIPL2024 #MI #CSK #RCB #KKR #GT #LSG #DC #PBKS #SRH #RR #IndianPremierLeague pic.twitter.com/hEqH2BDY1o
ADVERTISEMENT
RCBની સાત હાર સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ સાથે સૌથી નીચેના સ્થાને છે. બેંગલુરુ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે એમ કહી શકીએ, પરંતુ હજુ પણ એક આશા છે. પ્લેઓફ માટે સીધા જ ક્વોલિફાય થવા માટે, ટીમે 8 મેચ જીતવી જરૂરી છે, જેથી તે 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી શકે.
RCBની IPL 2024માં 6 મેચ બાકી છે. જો ફાફ ડુપ્લેસીસ બ્રિગેડ આ તમામ મેચ જીતી જશે તો પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રહેશે. આ સ્થિતિમાં RCBના 14 પોઈન્ટ હશે. જો કે, આ પણ કામ કરતું નથી. આરસીબીએ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. IPLમાં ટીમોની સંખ્યા 8 થી વધીને 10 થઈ ત્યારથી, ટીમો ઓછામાં ઓછા 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જો RCB આમાંથી એક પણ મેચ હારી જશે તો ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વડશે.
ADVERTISEMENT
Bright smiles to wrap up a magnificent week of #TATAIPL 😁 pic.twitter.com/so4FvqnpUg
— IndianPremierLeague (@IPL) April 21, 2024
ADVERTISEMENT
IPL 2024 RCBની બાકીની મેચોનું શેડ્યૂલ:
vs હૈદરાબાદ - 25 એપ્રિલ
vs ગુજરાત - 28 એપ્રિલ
vs ગુજરાત - 4 મે
vs પંજાબ - 9 મે
vs દિલ્હી - 12 મે
vs ચેન્નાઈ - 18 મે
📽️ WATCH: A jaw-dropping finish!
— IndianPremierLeague (@IPL) April 21, 2024
The final delivery that sealed the win for the @KKRiders 👏👏
Scorecard ▶️ https://t.co/hB6cFsk9TT#TATAIPL | #KKRvRCB pic.twitter.com/BR5RYrOeDM
ADVERTISEMENT
જો મેચની વાત કરીએ તો કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2024ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 222/6 રન બનાવ્યા અને જીતવા માટે 223 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે આરસીબીએ શરૂઆતની ઓવરોમાં વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની વિકેટો ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ વિલ જેક્સે 55 અને રજત પાટીદારે 52 રન બનાવી સદીની ભાગીદારી સાથે મેચમાં પોતાની ટીમને જાળવી રાખી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુજરાત ટાઈટન્સ ફરી ગેમમાં! પંજાબ કિંગ્સ સામે 3 વિકેટે જીત, પોઈન્ટ ટેબલમાં 4 ટીમની ઉપર
મામલો છેલ્લી ઓવરમાં ગયો, જેમાં બેંગલુરુની ટીમને જીતવા માટે 21 રન કરવાના હતા. આ ઓવરમાં કર્ણ શર્માએ મિચેલ સ્ટાર્ક સામે ત્રણ સિક્સર ફટકારીને પોતાની ટીમને મેચમાં રાખી હતી. જોકે, ઓવરના પાંચમા બોલ પર કર્ણ આઉટ થયો હતો અને છેલ્લા બોલે જીતવા માટે 3 રનની જરૂર હતી પરંતુ લોકી ફર્ગ્યુસન માત્ર એક રન બનાવી શક્યો હતો અને બીજા પ્રયાસે રનઆઉટ થયો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.