બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / MI vs PBKS Punjab's dunking against Gujarat, GT's brilliant victory by 5 wickets
Last Updated: 11:23 PM, 21 April 2024
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં ગુજરાતે પંજાબ સામે શાનદાર વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 143 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં ગુજરાતની ટીમે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ADVERTISEMENT
Match 37. Gujarat Titans Won by 3 Wicket(s) https://t.co/avVO2pCwJO #TATAIPL #IPL2024 #PBKSvGT
— IndianPremierLeague (@IPL) April 21, 2024
ADVERTISEMENT
ગુજરાત તરફથી શુભમન ગિલે 35 રન ફટકાર્યા હતા. તો સાંઈ સુદર્શને 31 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સાહા 13 રને આઉટ થયો હતો. ડેવિડ મિલર 4 રને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જે બાદ ગુજરાતની ટીમની મુશ્કેલી વધી ગઈ હતી. પરંતુ રાહુલ તેવટિયાએ મહત્વપૂર્ણ બેટિંગ કરી હતી. રાહુલે 18 બોલમાં 36 રન ફટકારી ગુજરાતને જીતાડી દીધું હતું.
ADVERTISEMENT

વધુ વાંચો : દિલ થંભી જાય તેવી મેચ: એક રનની હાર્યું RCB, છેલ્લા બોલ ગજબનું થયું
ADVERTISEMENT
પ્રથમ રમત રમીને પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 143 રનનો ટાર્ગેટ આપ્યો છે. સેમ કુરન અને પ્રભસિમરન સિંહે પંજાબને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 5.3 ઓવરમાં 52 રન જોડ્યા હતા. જો કે, આ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને માત્ર 99ના સ્કોર પર સાત બેટ્સમેન આઉટ થઈ ગયા. આ પછી હરપ્રીત બ્રારે માત્ર 12 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા અને સ્કોરને 140ની પાર પહોંચાડી દીધો. ગુજરાત તરફથી રવિ સાંઈ કિશોરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.