બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 BCCI fines LSG and CSK captains Rahul-Gaikwad got punishment for this mistake
IPLની 34મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં છેલ્લી બે મેચ હારી ચૂકેલી લખનૌની ટીમ ચેન્નાઈને હરાવીને જીતના પાટા પર પરત ફરી હતી, જ્યારે ચેન્નાઈની ટીમ જીતની હેટ્રિક નોંધાવી શકી નહોતી.
ADVERTISEMENT
KL Rahul, captain of Lucknow Super Giants, has been fined INR 12 lakh after his team maintained a slow over-rate during Match 34 of the IPL 2024 against Chennai Super Kings in Lucknow.
— IANS (@ians_india) April 20, 2024
Ruturaj Gaikwad, Captain, Chennai Super Kings has also been fined INR 12 lakh after his team… pic.twitter.com/RMu6F4n0LS
ADVERTISEMENT
ભલે ગઇકાલની આ મેચ ઘરઆંગણે લખનૌ જીતી હતી પરંતુ BCCIએ ટીમ સામે કડક કાર્યવાહી કરી છે. વાત એમ છે કે સ્લો ઓવર રેટના કારણે BCCIએ ચેન્નાઈ અને લખનૌ બંને ટીમના કેપ્ટનો પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આઈપીએલ આચાર સંહિતા હેઠળ બંને કેપ્ટનની ટીમોએ સિઝનની પહેલી ભૂલ કરી હતી. જાણીતું છે કે KKRના કેપ્ટન શ્રેયસ અય્યર અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને પણ ધીમી ઓવર રેટના કારણે આ સિઝનમાં દંડ ફટકારવામાં આવ્યો છે.
હાલમાં, KL રાહુલ અને રુતુરાજ ગાયકવાડ પર 12-12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે IPL 2024માં સ્લો ઓવર રેટ સંબંધિત બંને ટીમોની આ પહેલી ભૂલ હતી. જો તેઓ આ ભૂલનું પુનરાવર્તન કરશે તો તેમના પર લાગેલો દંડ બમણો થઈને 24 લાખ રૂપિયા થઈ જશે. તે જ સમયે, ત્રીજી વખત આ ભૂલ કરવાથી પ્રતિબંધ પણ લાગી શકે છે.
ADVERTISEMENT
Brilliant team performance by the Super Giants tonight against a strong CSK side. That chase was a test of character and we showed plenty of it.
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 19, 2024
The atmosphere at Ekana was absolutely electrifying, and it was a pleasure to watch MSD bat and entertain the Lucknow crowd. 💙👏 pic.twitter.com/xL5TYbh0Fx
ADVERTISEMENT
કેએલ રાહુલને શાનદાર પ્રદર્શન છતાં દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેન્નાઈ સામે રાહુલે 53 બોલમાં 82 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી. મેચની વાત કરીએ તો ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા રવિન્દ્ર જાડેજાના 57 રનની અણનમ ઈનિંગના આધારે 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં રાહુલ અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી, જેની મદદથી લખનૌએ એક ઓવર બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી.
વધુ વાંચો: ચેન્નાઈ હરાવીને પણ લખનૌ ટોપ-4માં ન પહોંચી, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
ADVERTISEMENT
આ મેચમાં લખનૌની ટીમ 19 ઓવરમાં 8 વિકેટે મોટી જીત હાંસલ કરવામાં સફળ રહી હતી. ટીમના લક્ષ્યનો પીછો કરતી વખતે કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પોતાની ટીમની ઇનિંગ્સની શરૂઆત કરતા તેણે 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.