બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 after defeating Chennai, Lucknow did not reach the top 4 in points table
IPLની 34મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ લખનૌ સુપરજાયન્ટ્સનો સામનો કર્યો. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. છેલ્લી બે મેચ હારી ચૂકેલી લખનૌની ટીમ ચેન્નાઈને હરાવીને જીતના પાટા પર પરત ફરી હતી, જ્યારે ચેન્નાઈની ટીમ જીતની હેટ્રિક નોંધાવી શકી નહોતી.
ADVERTISEMENT
The Points table in this IPL 2024.
— CricketMAN2 (@ImTanujSingh) April 19, 2024
- The Peak of IPL Now. pic.twitter.com/pvdLQYmNSy
ADVERTISEMENT
ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા રવિન્દ્ર જાડેજાના 57 રનની અણનમ ઈનિંગના આધારે 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં રાહુલ અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી, જેની મદદથી લખનૌએ એક ઓવર બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિઝનની ચોથી સફળતા હાંસલ કરી છે. આ મેચમાં લખનૌની ટીમ 19 ઓવરમાં 8 વિકેટે મોટી જીત હાંસલ કરવામાં સફળ રહી હતી. ટીમના લક્ષ્યનો પીછો કરતી વખતે કેપ્ટન કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પોતાની ટીમની ઇનિંગ્સની શરૂઆત કરતા તેણે 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા આવ્યા હતા.
ADVERTISEMENT
This result's got us flying tonight 😍 pic.twitter.com/SvvjRSthDb
— Lucknow Super Giants (@LucknowIPL) April 19, 2024
ADVERTISEMENT
જો કે લખનૌની જીતની પોઈન્ટ ટેબલ પર કોઈ અસર થઈ ન હતી. CSKને હરાવવા છતાં LSG ટોપ-4માં પોતાનું સ્થાન બનાવી શકી નથી. ટીમ 8 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે. હાર્યા બાદ પણ ઋતુરાજ ગાયકવાડની ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને યથાવત છે. IPL 2024 પોઈન્ટ ટેબલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ દરેકના સમાન 8 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ટીમો અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.
વધુ વાંચો: ધોનીનો મેજિકલ શૉટ: કરિયરમાં પહેલી વખત લગાવ્યો રિવર્સ હેલિકોપ્ટર છગ્ગો, જુઓ કરિશ્મો
ADVERTISEMENT
IPL 2024 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સનું શાસન છે, ટીમ 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આરઆર સિવાય હજુ સુધી કોઈ ટીમ બે આંકડા સુધી પહોંચી શકી નથી. પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે તેણે ઓછામાં ઓછી બે વધુ મેચ જીતવી પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.