બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Today Match between Delhi Capitals and Gujarat Titans, know last match figure

IPL 2023 / આજે ગુજરાત ટાઇટન્સ-દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ છેડાશે, જુઓ કોણ કોના પર પડશે ભારે, સમજો આંકડામાં

Megha

Last Updated: 12:19 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની સાતમી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે,  હાર્દિક પંડ્યાની ટીમ બીજી મેચ જીતવાનો પ્રયાસ કરશે

  • સાતમી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે 
  • હાર્દિક પંડ્યાની ટીમ બીજી મેચ જીતવાનો પ્રયાસ કરશે
  • દિલ્હી કેપિટલ્સે રહેવું પડશે સાવધાન 

IPL 2023 ની સાતમી મેચ આજે એટલે કે 4 એપ્રિલ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે રમાશે. જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે પહેલી મેચ હાર્યા બાદ ડેવિડ વોર્નરની ટીમ આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. તો તેની સામે ઓપનર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટથી જીત નોંધાવનાર હાર્દિક પંડ્યાની ટીમ બીજી મેચ જીતવાનો પ્રયાસ કરશે. 

દિલ્હી કેપિટલ્સે રહેવું પડશે સાવધાન 
આપણે બધા જાણીએ છીએ એ ગુજરાત ટાઇટન્સની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને 31 માર્ચે રમાયેલી IPL 2023ની શરૂઆતની મેચમાં આ ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. નોંધનીય છે કે CSKની ટીમ આ મેચ 171 રન બનાવીને હારી ગઈ હતી. ચેન્નાઈ સામેની મેચમાં શુભમન ગિલ અને રાશિદ ખાને ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. એ મેચમાં શુભમને બેટિંગમાં અડધી સદી ફટકારી હતી, તો રાશિદ ખાને બોલિંગમાં ધૂમ મચાવી હતી. ગુજરાત ટાઇટન્સની પહેલી જીત બાદ દિલ્હી કેપિટલ્સે સાવધાન રહેવું પડશે કારણ કે ગુજરાત સામે દિલ્હીની ટીમનો રેકોર્ડ સારો નથી. 

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની હેડ ટુ હેડ
હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમનો IPLમાં બહુ જૂનો ઇતિહાસ નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુજરાત ટાઇટન્સે દસ્તક આપી હતી અને આ ટીમ પહેલા જ વર્ષમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી . IPLના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની સામે દિલ્હીનો રેકોર્ડ સારો નથી. આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. IPL 2022માં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ