બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2020 Complete List of Players Retained and Released Ahead of Auction

IPL2020 / ટીમોએ 35 વિદેશી સહિત 127 ખેલાડીને રિટેન કર્યા, 71ને રિલીઝ કરી દીધા

Divyesh

Last Updated: 01:00 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી મહિને ૧૯ ડિસેમ્બરમે કોલકાતામાં યોજાનારી હરાજી પહેલાં ક્રિસ લીન, ડેવિડ મિલર, જયદેવ ઉનડકટ, યુવરાજસિંહ, ક્રિસ મોરિસ એ ૭૧ ખેલાડીઓમાં સામેલ છે, જેમને તેમની ફ્રેંચાઇઝીએ રિલીઝ કરી દીધા છે. ખેલાડીઓેને રિલીઝ કરવા, ટ્રેડિંગ અને રિટેન કરવા માટે ગઈ કાલે અંતિમ દિવસ હતો.

કુલ ૧૨૭ ખેલાડીઓને ટીમોને પોતાની સાથે રિટેન કર્યા છે, જેમાં ૩૫ વિદેશી ખેલાડી પણ સામેલ છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ૪૨.૭૦ કરોડ રૂપિયાની રકમ સાથે હરાજીના મેદાનમાં ઊતરશે, જે રકમ અન્ય ફ્રેંચાઇઝીઓ કરતાં સૌથી વધુ છે.

હરાજીમાં ૭૩ ખેલાડી ખરીદવા માટે બોલી લાગશે. ખેલાડીઓને રિટેન કરવા પાછળ આઠ ટીમ કુલ ૪૭૨.૩૫ કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે અને હરાજીમાં તેઓ પાસે ૨૦૭.૬૫ કરોડ રૂપિયા બચ્યા છે.

BCCIના જણાવ્યા અનુસાર કિંગ્સ ઈલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધુ ૪૨.૭૦ કરોડની સેલેરી કેપ ઉપલબ્ધ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે સૌથી વધુ ખેલાડીઓની ૧૨ જગ્યા ખાલી છે, જેમાં છ વિદેશી ખેલાડીઓનું સ્થાન પણ ખાલી છે. આજની સ્થિતિએ ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી મોટી ટીમ (૨૦ ખેલાડી) છે.

આઠ ફ્રેંચાઇઝીમાંથી આરસીબીએ સૌથી વધુ ૧૨ ખેલાડીને રિલીઝ કર્યા છે, જ્યારે હૈદરાબાદની ટીમે સૌથી ઓછા પાંચ ખેલાડીને રિલીઝ કર્યા છે. રાજસ્થાન રોયલ્સે ૧૧ ખેલાડીઓને રિલીઝ કર્યા છે અને જાહેરાત કરી છે કે ઓસ્ટ્રેલિયાનો  સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ ટીમનું નેતૃત્વ સંભાળશે.

રિટેન ખેલાડી
ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦
દિલ્હી કેપિટલ્સ ૧૪
કિંગ્સ ઈલેવન પંજાબ ૧૬
KKR ૧૪
મુંબઈ ઇન્ડિયન્સ ૧૮
રાજસ્થાન રોયલ્સ ૧૪
RCB ૧૩
સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૮


કેટલાં નાણાં બચ્યાં છે?
ચેન્નઈ સુપર કિંગ્સ રૂ.૧૪.૬૦
દિલ્હી કેપિટલ્સ રૂ. ૨૭.૮૫
કિંગ્સ ઈલેવન પંજાબ રૂ. ૪૨.૭૦
KKR રૂ. ૩૫.૬૫
મુંબઈ ઇન્ડિયન્સ રૂ. ૧૩.૦૫
રાજસ્થાન રોયલ્સ રૂ. ૨૮.૯૦
RCB રૂ. ૨૭.૯૦
સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૭
(રૂપિયા કરોડ)  

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Auction Ipl 2020 Team players ક્રિકેટ ખેલાડી હરાજી IPL 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ