ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 81,500 રૂપિયા સસ્તો મળશે iPhone 18 Pro? બુકિંગ શરૂ, સાથે મળશે FREE સબ્સ્ક્રિપ્શન

photo-story

8 ફોટો ગેલેરી

તમારા કામનું / 81,500 રૂપિયા સસ્તો મળશે iPhone 18 Pro? બુકિંગ શરૂ, સાથે મળશે FREE સબ્સ્ક્રિપ્શન

Last Updated: 12:55 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Appleના નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું ભારતમાં આજે, 12 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યાથી પ્રી-ઓર્ડર શરૂ થઈ રહ્યું છે. iPhone 18 Proની શરૂઆતની કિંમત ₹1,64,900 છે, જ્યારે ટ્રેડ-ઇન સહિતના ફાયદાથી ₹81,500 સુધીની બચતનો વિકલ્પ મળી શકે છે.

1/8

photoStories-logo

1. અહીં મળશે સૌથી સસ્તો iPhone 18 Pro?

iPhone ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે Appleએ નવી iPhone 18 Pro સિરીઝ રજૂ કરી છે.iPhone 18 Pro અને iPhone 18 Pro Max માટે ભારતમાં 12 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યાથી પ્રી-ઓર્ડર શરૂ થશે અને 18 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે.આ વખતે Appleએ 256GBથી લઈને 2TB સુધીના સ્ટોરેજ વિકલ્પો આપ્યા છે.સાથે ₹7,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક, નો-કોસ્ટ EMI અને Apple Trade In હેઠળ ₹81,500 સુધીની ક્રેડિટનો વિકલ્પ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. આજથી iPhone 18 Proનું પ્રી-ઓર્ડર શરૂ

Appleના નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Max માટે ભારતમાં 12 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ થશે. Appleની સત્તાવાર માહિતી પ્રમાણે પ્રી-ઓર્ડર સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે. બંને ફોનનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગ્રાહકો Appleના ઓનલાઈન સ્ટોર ઉપરાંત Apple Store અને અધિકૃત રિટેલર્સ મારફતે પણ ફોન બુક કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. iPhone 18 Proની કિંમત ₹1,64,900થી શરૂ

iPhone 18 Proના 256GB મોડલની શરૂઆતની કિંમત ₹1,64,900 છે. 512GB મોડલ ₹1,89,900, 1TB મોડલ ₹2,39,900 અને 2TB મોડલ ₹3,14,900માં મળશે. બીજી તરફ iPhone 18 Pro Maxની 256GB કિંમત ₹1,79,900 છે. તેના 512GB, 1TB અને 2TB મોડલની કિંમત અનુક્રમે ₹2,04,900, ₹2,54,900 અને ₹3,29,900 છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ₹81,500 સુધીનો Trade In ફાયદો, ₹7,000નું કેશબેક

Apple Trade In દ્વારા જૂનો iPhone આપીને નવા iPhone 18 Pro માટે ₹81,500 સુધીની ક્રેડિટ મેળવી શકાય છે. Appleની ભારતીય વેબસાઇટ મુજબ iPhone 13 અથવા તેનાથી નવા મોડલના ટ્રેડ-ઇન પર આ ક્રેડિટ ઉપલબ્ધ છે, જોકે વાસ્તવિક કિંમત જૂના ફોનના મોડલ અને તેની સ્થિતિ પર આધાર રાખશે. આ ઉપરાંત પસંદગીના American Express, Axis Bank અને ICICI Bank કાર્ડ પર ₹7,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક અને 6 મહિના સુધીનો નો-કોસ્ટ EMI વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. 3 મહિના સુધી Appleની સર્વિસિસનો ફ્રી લાભ

નવા iPhoneની ખરીદી સાથે ગ્રાહકોને Appleની કેટલીક સર્વિસિસના ફ્રી ટ્રાયલનો લાભ પણ મળી શકે છે. આપેલી માહિતી પ્રમાણે Apple Music, Apple TV+ અને Apple Arcade માટે 3 મહિના સુધીનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળી શકે છે. એટલે નવા iPhone સાથે મનોરંજન અને મ્યુઝિક સર્વિસિસનો પણ વધારાનો લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 256GBથી 2TB સુધીના સ્ટોરેજ વિકલ્પ

iPhone 18 Pro અને iPhone 18 Pro Max બંને 256GB, 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પમાં ઉપલબ્ધ છે. કલરની વાત કરીએ તો બંને મોડલ બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને નવા બર્ગન્ડી કલરમાં આવે છે. Appleના સત્તાવાર સ્પેક્સ પ્રમાણે iPhone 18 Proમાં 6.3 ઇંચ અને Pro Maxમાં 6.9 ઇંચનું Super Retina XDR ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેમાં ProMotion 120Hz સુધીનો રિફ્રેશ રેટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. કેમેરામાં મોટું અપગ્રેડ

iPhone 18 Pro સિરીઝમાં કેમેરા સૌથી મોટા અપગ્રેડમાંથી એક છે. બંને મોડલમાં 48MP Fusion Main કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં પહેલીવાર variable aperture ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તેના કારણે ફોટો લેતી વખતે લાઇટ અને depth of field પર વધુ કંટ્રોલ મળે છે. Appleએ નવા Pro Controls સાથે ફોટો અને વીડિયો બનાવનારાઓ માટે વધુ કંટ્રોલ પણ આપ્યો છે.બંને Pro મોડલમાં Appleની નવી A20 Pro ચિપ આપવામાં આવી છે. સાથે નવી પેઢીની vapor chamber cooling સિસ્ટમ છે, જે સતત પરફોર્મન્સને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરે છે. ફોનમાં iOS 27 અને Apple Intelligence સાથે Siri AIના ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. Pro Max મોડલમાં ખાસ કરીને વધુ બેટરી બેકઅપ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. iPhone 18 Proની નવી Accessories પણ આવી

Appleએ iPhone 18 Pro સિરીઝ સાથે નવી MagSafe accessories પણ રજૂ કરી છે. TechWoven Case with MagSafeની કિંમત ₹6,900 છે. FineWoven Wallet with MagSafeની કિંમત પણ ₹6,900 છે. Appleના સ્ટોર પર iPhone 18 Pro માટે TechWoven Caseના નવા કલર વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.પ્રી-ઓર્ડર કરવા માટે Apple Indiaના ઓનલાઈન સ્ટોર પર જઈને iPhone 18 Pro અથવા iPhone 18 Pro Max પસંદ કરી શકાય છે. ત્યારબાદ સ્ટોરેજ અને કલર પસંદ કરીને ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ગ્રાહકો Apple Store એપ, Appleના સ્ટોર્સ અને અધિકૃત રિટેલર્સ મારફતે પણ પ્રી-ઓર્ડર કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 Price iPhone 18 Pro iPhone 18 Pro Max
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ