બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:52 PM, 24 July 2021
ADVERTISEMENT
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં લોકોને ખ્યાલ આવી ગયો છે કે ફક્ત બેંકમાં પૈસા જમા કરાવવા અને સમય સમય પર તેની પાસેથી વ્યાજ લેવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો નહીં થાય. હવે રોકાણની કોઈ નવી રીત અપનાવવી પડશે. આ પદ્ધતિમાં કંઇક એવું હોવું જોઈએ કે બેંકમાં જમા કરાયેલ નાણાં પણ સુરક્ષિત રહે અને તેની સાથે સાથે વળતર પણ બમ્પર મળે. દર મહિને ખર્ચ માટે વળતર મળતું રહે અને યોજનાના અંતે એટલી રકમ ફરજિયાત મળે જેથી ચૂકવેલ પ્રીમિયમ પરત મળી જાય. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્કમ કેપિટલ ગેરેન્ટી સોલ્યુશન યોજનાની શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT
શું છે ઇન્કમ કેપિટલ ગેરેન્ટી સોલ્યુશન યોજના
ઇન્કમ કેપિટલ ગેરેન્ટી સોલ્યુશન યોજના, યુનિટ લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (ULIP) અને ગેરેંટીડ રીટર્ન પ્લાનનું સંયોજન છે. આ યોજનામાં જે પણ નાણાંનું રોકાણ કરવામાં આવે છે, તેમાંથી 60 ટકા રકમ ગેરંટીડ આવક માટે જમા થાય છે. બાકીની રકમ ULIPમાં જમા થાય છે. યોજનાને ઉપયોગમાં લેનાર વ્યક્તિએ તે નક્કી કરવી પડશે કે ગેરેન્ટી ઇન્કમ અને ULIPમાં નાણાંનું કેટલું ગુણોત્તર જમા કરાવવા ઈચ્છે છે. યોજનના ઉપયોગમાં લેવાના એક વર્ષ બાદ ગેરેન્ટી ઇન્કમની સુવિધા સક્રિય થાય છે. આ યોજનામાં, પ્રીમિયમ ઓછા વર્ષો સુધી ચૂકવવાનું રહેશે. પોલિસી ટર્મ ભલે 25 વર્ષ સુધીનો હોય પરંતુ પ્રીમિયમ માત્ર 5 કે 10 વર્ષ સુધી ચૂકવવાનું રહેશે. જે લોકો બાળકોના શિક્ષણ, રિટાયરમેન્ટ, બાળકોના લગ્ન જેવા મોટા ખર્ચ માટે પૈસા એકત્ર કરવા માંગતા હોય તેઓ માટે આ યોજના ખૂબ લાભદાયક છે.
ADVERTISEMENT
ઇન્કમ કેપિટલ ગેરેન્ટી સોલ્યુશનના 3 ફાયદા
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, ચૂકવેલ પ્રીમિયમની ગેરેન્ટી 100% સુધીની છે. તેનો બીજો અર્થ આ પણ છે કે રોકાણકારો દ્વારા પ્રીમિયમ તરીકે જમા કરાયેલ નાણાં પોલિસીના અંતમાં પરત મળે છે. કોરોના મહામરીમાં જ્યારે આર્થિક ઉથલ-પાથલની પરિસ્થિતિ હોય ત્યારે આ યોજના અસરકારક થઈ શકે છે. જયારે પ્રીમિયમ અવધિ સમાપ્ત થાય છે, રોકાણકારોને ગેરેન્ટીડ આવક મળવાનું શરૂ થઈ જાય છે. તેથી તમારે રિટાયરમેન્ટ ખર્ચ માટે અલગથી વિચારવાની જરૂર નથી.
ADVERTISEMENT
.jpg)
ચૂકવેલ પ્રીમિયમ કરતા 120 ગણી વધારે વેલ્યુનું મળે છે લાઇફ કવર
ADVERTISEMENT
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે આ યોજનામાં લાઇફ કવર પણ આપવામાં આવે છે. જેટલુ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે તેના કરતા 120 ગણી વધારે વેલ્યુનું લાઇફ કવર રોકાણકારોને આપવામાં આવે છે. જો પીલીસી દરમિયાન રોકાણકારનું મૃત્યુ થઈ જાય છે આ રકમ નૉમિનીને આપવામાં છે. પ્લાન શરૂ થવાના પહેલા દિવસથી લાઈફ કવર લાગુ થઈ જાય છે. રોકાણકારો ઈચ્છે તો મંથલી, ત્રિમાસિક, છ મહીને અને વર્ષે પણ પ્રીમિયમ ચૂકવી શકે છે. આ યોજના HDFC લાઇફ સાથે ઉપલબ્ધ છે જે પોલિસી બજાર દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. આ યોજનામાં લઘુતમ 5,000 રૂપિયાનું પ્રીમિયમ અને મહત્તમ 60,000 રૂપિયાની વાર્ષિક ચૂકવણી કરી શકાય છે.
આ યોજનામાં મેળવી શકાય છે 200 ટકા સુધીનું રિટર્ન
ADVERTISEMENT
આ યોજનામાં ત્રણ જુદા જુદા પ્રકારના વરીએન્ટ છે. જો તમે 25 વર્ષના પ્લાનના ઉપયોગ કરો છો તો પછી તમે જમા રકમ પર 200% સુધીનું રિટર્ન મેળવી શકો છો . આવી જ રીતે જો તમે 10 વર્ષના પ્લાનના ઉપયોગ કરો છો તો પછી તમે જમા રકમ પર 100% સુધીનું રિટર્ન મેળવી શકો છો. આ યોજનામાં 10 વર્ષ સુધી પૈસા ચૂકવવા પડે છે અને આવક 12મા વર્ષથી શરૂ થઈ જાય છે. આ યોજનામાં રોકાણકરો છઠ્ઠા વર્ષે પણ પૈસા ઉપાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.