બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Investor lost in stock market before budget

નુકસાન / બજેટ પહેલા શેર બજારમાં રોકાણકારોને થયું ભારે નુકસાન, આંકડો જાણી ચોંકી જશો તમે

Published By: Divyesh

Last Updated: 05:16 PM, 30 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ રજૂ થવાના પહેલા 6 કારોબારી સત્રમાં ભારતીય શેર બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રોકાણકારોએ અંદાજે 11.58 લાખ રૂપિયાની રકમ ડૂબી ગઇ છે.

બજેટની રજૂઆત પહેલા શેરબજારમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે રોકાણકારોનુ અંદાજે 11.58 લાખ રૂપિયાનું ધોવાણ થયુ છે. જેને લઇને હવે બધાની નજર આગામી બજેટના દિવસે શેરબજારમાં શું થશે તેના પર છે. 

ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીના રોજ સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 2021-22નું બજેટ રજૂ કરવાના છે. તે પહેલા ગત છ કારોબારી સત્રમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ અંદાજે 3500 પોઇન્ટ તૂટી ગયો છે. 
 

આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી અંદાજે 1010.10 પોઇન્ટ તૂટી ગયો છે. 20 જાન્યુઆરીના રોજ BSE નું માર્કેટ કેપ 197.70 લાખ કરોડ રૂપિયા હતુ, જે શુક્રવારના રોજ 20 જાન્યુઆરી સુધી ઘટીને 186.12 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. 

કેમ થયો ઘટાડો 

ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં ગુરુવારના રોજ સેંસેક્સ 50,000ના રેકોર્ડ ઉંચાઇને પર જોવા મળ્યો હતો, ત્યાર બાદ રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરી. વિદેશ ફંડો દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય પર કમજોરીનું વલણ જોવા મળતા ભારતીય શેર બજાર વધુ તુટતું જોવા મળ્યું. છેલ્લા 5 સત્રમાં FIIએ ભારતીય શેર બજારમાં અંદાજે 12,731 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળી. 
 

બજેટના દિવસે શું થઇ શકે છે

જાણકારોના મત મજુબ બજેટના દિવસે શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જેના માટે ટ્રેડર્સને સચેત રહવું જોઇએ. શેર બજારમાં કોરોનાકાળમાં સતત વધતો ગયો છે જેના કારણે મોટા પ્રમાણમાં અહી આવનાર વિદેશી રોકાણ તેમજ નવા રોકાણને માર્કેટમાં આવવાનું છે. દુનિયામાં રોકાણના વિકલ્પ ઓછા હોવાથી આ પ્રવાહ ઓછો-વધારે હશે, પરંતુ કેટલાક મહિનાઓ સુધી ભારતીય માર્કેટમાં બન્યું રહેશે. જેના માટે લોન્ગ ટર્મના રોકાણકારોને વધારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. 

6 દિવસમાં 3507 પોઇન્ટ તૂટ્યો સેંસેક્સ

ગત અઠવાડિયામાં બુધવારના રોજ આ શુક્રવાર સુધી માત્ર છ દિવસ કારોબાર થયો છે. આ છ દિવસોમાં સેંસેક્સ 3507 પોઇન્ટ તૂટી ચૂક્યો છે. ગત અઠવાડિયામાં બુધવારે સેંસેકસ ગ્રીન ઝોનમાં 49,792 પર બંધ થયો હતો. ગુરુવારના રોજ સેંસેક્સે ઇતિહાસ રચાતા 50,000નો આંકડો પાર કરી દીધો હતો. જો કે આ જ કારોબારના દિવસે અંતમાં સેંસેક્સમાં 167 પોઇન્ટનો ઘટોડા થયો હતો અને 49,624.76 પર બંધ થયો હતો. ગત અઠવાડિયામાં અંતિમ કારોબારી દિવસ શુક્રવારના રોજ સેંસેક્સ 746 પોઇન્ટ તૂટીને 48,878.54 પર બંધ રહ્યો. 

આ અઠવાડિયાના સોમવારના રોજ સેંસેક્સમાં 531 પોઇન્ટનો ઘટાડો આવ્યો હતો. 26 જાન્યુઆરી મંગળવારના રોજ શેર બજાર બંધ થયું હતું. બુધવારના રોજ સેંસેક્સ 937.66 પોઇન્ટ ઘટીને 47,409.93 પોઇન્ટ પર બંધ થયો. ગુરુવારના રોજ સેંસેક્સ 535.57 પોઇન્ટ પર ભારે ઘટાડા સાથે 46,874,36 પર બંધ થયો અને ફરી શુક્રવારના રોજ સેંસેક્સ 588.59 પોઇન્ટના ઘટાડા સાથે 46,285.77 પર  બંધ થયો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Budget Budget 2021 stock market બજેટ શેર બજાર Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ