બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બગદાણા હુમલો : SIT રચના બાદ IG ગૌતમ પરમાર સભ્યોને ભાવનગર બોલાવીને બેઠક કરી

ભાવનગર / બગદાણા હુમલો : SIT રચના બાદ IG ગૌતમ પરમાર સભ્યોને ભાવનગર બોલાવીને બેઠક કરી

Vishal Khamar

Last Updated: 11:44 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલા કેસમાં એસઆઈટીની રચના કર્યા બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે તપાસ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી.

બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટી ની રચના બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે તપાસ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. રેન્જ આઈજીએ એસઆઈટીના સભ્યાને ભાવનગર બોલાવી બેઠક યોજી હતી. બગદાણા કેસમાં મહુવા ડીવાયએસપી રીમા ઝાલાને હટાવવામાં આવ્યા છે. તળાજા ડીવાયએસપી નકુમને ચાર્જ સોંપાયો છે. મહુવા ડીવાયએસપીનો ચાર્જ હાલ તળાજા ડીવાયએસપીને સોંપવામાં આવ્યો છે.

બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશઇયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીનીઅધ્યક્ષતામાં રચાયેલી SITમાં પોલીસ ઈન્સપેક્ટર એમ.જી જાડેજા, પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે.

બગદાણા વિવાદની રજૂઆત ગાંધીનગરમાં કરાઈ હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને કોળી સમાજની બેઠક મળી હતી. કોળી સમાજના ધારાસભ્યો અને મંત્રીઓએ પહોંચી રજૂઆત કરી હતી. બગદાણા કોળી સમાજના યુવકને માર મારવા મુદ્દે સમાજમાં રોષ છે. સમાજના આગેવાનોએ તટસ્થ તપાસ માટે રજૂઆત કરી છે. જે જવાબદાર છે તેની સામે કાર્યવાહીની માંગ કરી છે. કોળી સમાજ દ્વારા એસઆઈટીની તપાસની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

સમાજ પ્રત્યે કોઈ ટીક-ટીપ્પણી ન કરેઃ હિરા સોલંકી

આ બાબતે સમાજના આગેવાન હિરા સોલંકીએ જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યો, 3 સાંસદ સહિત આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આવેદનપત્ર આપ્યું છે. આમાં કોઈ સમાજ વર્સિસ સમાજની વાત નથી. તેમજ આ કોઈ રાજકીય પ્રશ્ન નથી. આ ન્યાય-અન્યાયની લડાઈ છે. કેસમાં તપાસ કરી જે દોષિત હશે તેની સામે કાર્યવાહી થાય. આમાં દબાણની કોઈ વાત નથી. સમાજ પ્રત્યે કોઈ ટીક-ટિપ્પણી ન કરે. નવનિતભાઈને ન્યાય અપાવવાની વાત છે. આમાં કોઈ રાજકીય દાવ-પેચની વાત નથી.

બે દિવસ પહેલા 3 ધારાસભ્યોએ મુલાકાત લીધી હતી

ભાવનગરના બગદાણાના સેવક નવનિતભાઈ પર થયેલ હુમલા કેસમાં વધુ ત્રણ કોળી સમાજના ધારાસભ્યો બગદાણા પહોંચ્યા છે. પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય કે.સી. રાઠોડ, ભગવાન કરગથિયા અને કનુ મકવાણાએ મુલાકાત લીધી હતી. તેમજ પીડિત સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.

ઉના ધારાસભ્યએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા

આ ઘટના અંગે ઉના ધારાસભ્યએ પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમજ આવતીકાલે કોળી સમાજના તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. તેમજ નવનીતભાઈને ન્યાય મળે તે પ્રકારની રજૂઆત સાથે ન્યાય મળે તેવા પ્રયાસો કરશે.

Bhavnagar News: પ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહીરનો 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં ભજનનો કાર્યક્રમ હતો, જેનો એક વીડિયો વાયરલ થયા પછી વિવાદ સર્જાયો છે. એ કાર્યક્રમના વીડિયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે આ વાતચીત બાદ માયાભાઈ આહીરે એક માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો સામે આવ્યા પછી માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો.

અજાણ્યા શખ્સોએ નવનીતભાઈ પર કર્યો હુમલો

આ મામલે મળેલી જાણકારી પ્રમાણે, 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહીરે બગદાણાધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરીને જાહેરાત કરી હતી. આ વીડિયો વાયરલ થતા બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં બધા માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. આ ટેલિફોનિક વાત બાદ માયાભાઈ આહીરે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અંગે માફી સાથે વીડિયો વાયરલ કર્યો હતો. માયાભાઈનો વીડિયો બગદાણાના સેવકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ બગદાણાના નવનીતભાઈને ફોન કરીને મળવા બોલાવ્યા, અજાણ્યા શખ્સોએ લાકડી, ધોકા વડે અલગ અલગ 2 વાર હુમલો કર્યો. આ હુમલામાં નવનીતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા પછી તેમને હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. હાલ બગદાણા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે.

vtv app promotion

નવનીતભાઈ બાલધિયાએ જણાવી સમગ્ર ઘટના

નવનીતભાઈ બાલધિયાએ કહ્યું, "બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી યોગેશભાઈ સાગર સાથે થોડો વિવાદ ચાલે છે, જેમનો મુંબઈમાં થોડા દિવસ પહેલા ભજન હશે, એમાં માયાભાઈ આહીરે એમ કહેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. હાલમાં બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. મેં આતાને વાત કરી, કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી. તો આતાએ કીધું કે માફીનો વીડિયો મોકલી દઉં છું. મેં આતાને નહોતું કીધું કે તમે મને વીડિયો મોકલો. પણ મને આતાએ મોકલ્યો, એટલે મેં મારા જાયભાઈઓને મોકલી, પછી બીજા દિવસે, એમના દીકરા જયરાજ ભાઈનો ફોન આવ્યો કે તું ક્યાં છે, તને મળવાનું છે. મેં કીધું કે હું બગદાણા છું, આશ્રમે છું, ગમે ત્યારે આવો ત્યારે મળશું. બીજા એક મિત્ર છે, રામભાઈ વાળા, એમને ફોન કર્યો, કે આ કોણ છે, શું છે. રામભાઈએ કહ્યું કે જાયભાઈ છે, કશું નથી. મને બોલાવ્યો, વાતચીત કરી. રાતે આવીને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું, ચાવી કાઢી ગયા. મારા દીકરાનો ફોન આવ્યો કે કોઈ આવું કરીને જતું રહ્યું છે. હું ત્યાં ગયા, પાછળ વર્ના ગાડી લઈને એ લોકો હતા, હું ગયો, તો પછી ગાડી ઊભી રાખીને મને કીધું કે હું કેમ એમની રેકી કરું છું. આટલું બોલીને ધોકા અને પાઇપથી મારીને હાથે પગે બધે ઇજા કરી છે. પછી થોડીવાર રહીને બીજી સ્વિફ્ટ ગાડીમાંથી ચાર લોકો ઉતર્યા અને ધોકા-પાઇપ કાઢીને મને બધી જગ્યાએ માર્યો છે. મને હાથે પગે બધે ફ્રેકચર થઈ ગયું છે. હોસ્પિટલમાં છું. પોલીસને ફરિયાદ આપી છે. મારા બે મોબાઇલ ફોન તોડી નાખ્યા, બાઇક તોડી નાખી, મારી પોલીસને વિનંતી છે કે આની યોગ્ય તપાસ છે."

આ પણ વાંચો: નવનીત બાલધિયા હુમલા કેસમાં 3 સાંસદ અને 15 ધારાસભ્યો સાથે કોળી સમાજના નેતાઓ CMને મળ્યા, SITની માગ

માફી માંગીને માયાભાઈ આહીરે શું કહ્યું

માયાભાઇ આહીરે કહ્યું, "તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરે જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારાથી એક જાહેરાત કરાઈ, બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચ શ્રીનો ફોન આવ્યો, એમણે મારું ધ્યાન દોર્યું કે હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે, તો મને ખબર નથી કે કોણ શું છે, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાયો, એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબતે, તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે, એવી આપ બધાને પ્રાર્થના કરું છું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bagdana Navneet Baldhia Bhavnagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ