ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડિહાઇડ્રેશનને કારણે માથું દુખતું હોય તો પાણીમાં 1 ચપટી મીઠું લેવાનો નુસખો રાહત આપી શકે, જાણો ન્યુટ્રિશનિસ્ટની સલાહ

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / ડિહાઇડ્રેશનને કારણે માથું દુખતું હોય તો પાણીમાં 1 ચપટી મીઠું લેવાનો નુસખો રાહત આપી શકે, જાણો ન્યુટ્રિશનિસ્ટની સલાહ

Last Updated: 05:08 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શરીરમાં ડીહાઈડ્રેશન અને સોડિયમનું સ્તર ઘટવાને કારણે થતા માથાના દુખાવામાંથી મુક્તિ મેળવવા ન્યુટ્રિશનિસ્ટે 1 ચપટી મીઠું અને 1 ગ્લાસ પાણીનો અસરકારક દેશી નુસખો દર્શાવ્યો છે.

1/6

photoStories-logo

1. ડિહાઇડ્રેશનને કારણે માથું દુખતું હોય તો પાણીમાં 1 ચપટી મીઠું લેવાનો નુસખો રાહત આપી શકે, જાણો ન્યુટ્રિશનિસ્ટની સલાહ

અત્યારની દોડધામભરી જિંદગીમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. સામાન્ય રીતે લોકો માથું દુખતાં જ તરત જ પેઇનકિલર (દવા) ગળી લેવાની ભૂલ કરતા હોય છે. પરંતુ વારંવાર પેઇનકિલર ખાવાથી લીવર અને કીડની જેવા મહત્વના અંગો પર વિપરીત અસર પડે છે. આવી સ્થિતિમાં દાદી-નાનીના જમાનાના દેશી અને કુદરતી નુસખા અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માથાના દુખાવામાંથી માત્ર 5 મિનિટમાં રાહત

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટોએ માથાના દુખાવામાંથી માત્ર 5 મિનિટમાં રાહત મેળવવાનો એક અચૂક નુસખો શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દરેક વખતે માથાનો દુખાવો માત્ર માનસિક તણાવ (સ્ટ્રેસ) ને કારણે જ નથી હોતો. ઘણીવાર શરીરમાં ડીહાઈડ્રેશન (પાણીની કમી) અથવા સોડિયમનું સ્તર ઘટી જવાને કારણે પણ માથું દુખવા લાગે છે. આવી પરિસ્થિતિમાં મીઠું અને પાણીનો નુસખો ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. શું છે આ દેશી નુસખો?

જો તમને અચાનક કોઈ દેખીતા કારણ વગર માથામાં અસહ્ય દુખાવો શરૂ થાય, તો તરત જ 1 ચપટી મીઠું તમારી જીભ પર મૂકો. થોડી સેકન્ડ બાદ 1 ગ્લાસ સાદું પાણી પી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ નુસખો કેવી રીતે કામ કરે છે?

જીભ પર મીઠું મૂકવાથી શરીરને ત્વરિત સોડિયમ મળે છે. સોડિયમ શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાથી મગજ તરફ લોહીનું પરિભ્રમણ (બ્લડ સરક્યુલેશન) સુધરે છે. તે માઈગ્રેન અને દુખાવાના સંકેતોને મગજ સુધી પહોંચતા અટકાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કોણે આ નુસખો અજમાવવો નહીં?

ન્યુટ્રિશનિસ્ટે સ્પષ્ટતા કરી છે કે હાઈ બ્લડ પ્રેશર (High BP) ની સમસ્યા ધરાવતા દર્દીઓએ આ નુસખો બિલકુલ અજમાવવો નહીં. હાઈ બીપીમાં મીઠું ખાવાથી શરીરમાં પલ્સ અને નસો પર દબાણ વધી શકે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મીઠાના અન્ય સરળ અને ઘરગથ્થુ ઉપયોગો

રાત્રે અચાનક દાંતમાં દુખાવો ઉપડે તો નવશેકા ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ત્વરિત રાહત મળે છે. ગળામાં ઈન્ફેક્શન કે સોજો હોય તો મીઠા વાળા ગરમ પાણીના ગાર્ગલ (ગળામાં કોગળા) કરવાથી કફ દૂર થાય છે અને સોજો ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HealthTips HomeRemedies Headache
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ