બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Indoor food will be the highlight of Anant-Radhika's pre-wedding function with 2500 dishes served for lunch and dinner.

જામનગર / અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં હશે 2500 વ્યંજનો, ખાસ મેન્યૂમાં આ ફૂડસ્એ પર રહેશે સૌ કોઈની નજર

Pravin Joshi

Last Updated: 07:10 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી બહુ જલ્દી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન ખૂબ જ ભવ્ય થવાના છે. જે 1લી થી 3જી માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે. આવી સ્થિતિમાં અમે તમને તેના મેનૂ સાથે રજૂ કરી રહ્યા છીએ, જે ખૂબ જ ખાસ હશે.

અનંત-રાધિકાના શાહી લગ્નની તૈયારી: મહેમાનોને પિરસાશે 2500 પ્રકારના વ્યંજન,  ઇન્દોરથી આવશે 65 શેફની સ્પેશ્યલ ટીમ | Anant Radhika royal wedding  preparations 2500 dishes ...

હાલમાં જ તેમના પ્રી-વેડિંગ ફંક્શન અને વેડિંગ ગેસ્ટ લિસ્ટ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી છે. જે મુજબ આ કપલના લગ્નમાં બી-ટાઉનના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપશે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું ફૂડ મેનુ પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર આ માટે 25 થી વધુ શેફની વિશેષ ટીમ ઈન્દોરથી જામનગર પહોંચશે.

જામનગરમાં અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન: ઝૂકરબર્ગથી લઈને બિલ ગેટ્સ અને  ઈવાંકા ટ્રમ્પ સુધી, જુઓ મહેમાનું લિસ્ટ | Anant Ambani pre wedding function  in ...
આ મેનુમાં ઈન્દોરી ફૂડ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પરંતુ ભોજનમાં પારસીથી લઈને થાઈ, મેક્સિકન અને જાપાનીઝ તેમજ પાન-એશિયન ભોજનનો સમાવેશ થશે.

જાણો શું કરે છે ભારતના સૌથી અમીર અંબાણી પરિવારના જમાઈ અને વહુઓ, મોટી મોટી  કંપનીઓમાં છે પદ | Anant Radhika Wedding ceremony in jamnagar gujarat know  more details
ત્રણ દિવસ સુધી ચાલનારા રાધિકા અને અનંતના વેડિંગ ફંક્શનના ફૂડ મેનુમાં 2,500 વાનગીઓ હશે. આ મુજબ, મહેમાનોને નાસ્તામાં 70 થી વધુ વિકલ્પો આપવામાં આવશે. લંચ માટે 250 થી વધુ અને ડિનર માટે 250 થી વધુ વિકલ્પો હશે.

જાણો શું કરે છે ભારતના સૌથી અમીર અંબાણી પરિવારના જમાઈ અને વહુઓ, મોટી મોટી  કંપનીઓમાં છે પદ | Anant Radhika Wedding ceremony in jamnagar gujarat know  more details
લગ્નમાં આવનાર મહેમાનો માટે વેજ ફૂડની પણ ખાસ વ્યવસ્થા છે. મેનુની ખાસ વાત એ છે કે મહેમાનો માટે અડધી રાત્રિનો નાસ્તો ઉપલબ્ધ રહેશે.

અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ: ઠાઠમાઠથી જામનગરમાં થશે ફંક્શન, મુકેશ અને  નીતા અંબાણીએ હાથથી લખેલ ભાવુક આમંત્રણ વાયરલ | anant ambani radhika merchant  pre ...
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પાંચ પ્રોગ્રામ હશે. આ ફંક્શન માટે લગભગ 1,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ જેવા નામોનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : અંબાણી પરિવારમાં અનંત-રાધિકાના શાહી પ્રિ-વેડિંગની કેવી છે તૈયારી? 3 નાઈટ માટે ખાસ થીમ, ગ્રાન્ડ ફંક્શનની તમામ વિગત

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની 19 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈમાં ભવ્ય સગાઈ થઈ હતી. જેમાં અંબાણી પરિવારની નાની વહુ ગોલ્ડન લહેંગામાં જોવા મળી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ