બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Special dress code for guests at Anant Ambani-Radhika Merchant's pre-wedding 3-day function to have such theme

જામનગર / અંબાણી પરિવારમાં અનંત-રાધિકાના શાહી પ્રિ-વેડિંગની કેવી છે તૈયારી? 3 નાઈટ માટે ખાસ થીમ, ગ્રાન્ડ ફંક્શનની તમામ વિગત

Published By: Pravin Joshi

Last Updated: 12:47 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે તમામ મહેમાનો 1 માર્ચના રોજ સવારે 8 થી 1 વાગ્યાની વચ્ચે મુંબઈ અથવા દિલ્હીથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં જામનગર જશે.

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને સીએમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા તૈયાર છે. 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ-વેડિંગ પ્લાનિંગ માટે 9 પેજની ઈવેન્ટ ગાઈડ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં નાઈટ થીમ, ડ્રેસ કોડ અને મહેમાનો માટે ટ્રાવેલ પ્લાન સમજાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમામ મહેમાનો 1 માર્ચના રોજ સવારે 8 થી 1 વાગ્યાની વચ્ચે મુંબઈ અથવા દિલ્હીથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં જામનગર જશે.

જામનગરમાં અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં કોણ કોણ રહેશે હાજર? સામે આવ્યું  ગેસ્ટ લિસ્ટ I Bill Gates, Zuckerberg to attend Anant Ambani, Radhika  Merchant's wedding: Guestlist

ફંક્શન માટે ખાસ થીમ

પ્રથમ દિવસની થીમ એન ઇવનિંગ ઇન એવરલેન્ડ છે. આ સમય દરમિયાન તમામ મહેમાનોનો ડ્રેસ કોડ 'એલિગન્ટ કોકટેલ' છે.

બીજા દિવસની થીમ અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ છે, જેનો ડ્રેસ કોડ 'જંગલ ફીવર' છે. જામનગરમાં મુકેશ અંબાણીના પ્રાણી બચાવ કેન્દ્રની બહાર તેનું આયોજન કરવામાં આવશે. તમામ મહેમાનોને ઇવેન્ટ માટે આરામદાયક પગરખાં અને કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.

જામનગરમાં અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન: ઝૂકરબર્ગથી લઈને બિલ ગેટ્સ અને  ઈવાંકા ટ્રમ્પ સુધી, જુઓ મહેમાનું લિસ્ટ | Anant Ambani pre wedding function  in ...

ત્રીજા દિવસની થીમ “મેલા રૂજ” છે. આ દિવસનો ડ્રેસ કોડ છે “ડેઝલિંગ દેશી રોમાન્સ”. આ સમય દરમિયાન તમામ મહેમાનોને દક્ષિણ એશિયાના પરંપરાગત ગ્લેમરસ ડ્રેસ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

છેલ્લા દિવસે જ બે કાર્યક્રમ થશે. પ્રથમ 'ટસ્કર ટ્રેલ્સ', જેમાં મહેમાનોને ડ્રેસિંગ માટે 'કેઝ્યુઅલ ચિક્સ' સૂચવવામાં આવી છે. બીજું ‘હસ્તક્ષર’. આ દરમિયાન મહેમાનોને સુંદર ભારતીય પોશાક પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

જાણો શું કરે છે ભારતના સૌથી અમીર અંબાણી પરિવારના જમાઈ અને વહુઓ, મોટી મોટી  કંપનીઓમાં છે પદ | Anant Radhika Wedding ceremony in jamnagar gujarat know  more details

વધુ વાંચો : જામનગરમાં અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં કોણ કોણ રહેશે હાજર? સામે આવ્યું ગેસ્ટ લિસ્ટ

માર્ગદર્શિકા અનુસાર તમામ મહેમાનોને ત્રણ કે તેથી ઓછી સૂટકેસ લાવવાની સલાહ આપવામાં આવી છે. ઇવેન્ટમાં તમામ મહેમાનોને કપડાંની એક્સપ્રેસ સ્ટીમિંગ સહિત વિવિધ પ્રકારની લોન્ડ્રી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. હેર સ્ટાઈલિશ, સાડી ડ્રેપર અને મેક-અપ સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. વધુમાં માર્ગદર્શિકા તારણ આપે છે કે મહેમાનો તેમને જે પણ આરામદાયક લાગે તે પહેરવા માટે મુક્ત છે જેથી તેઓ દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ લઈ શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલને ફોલો કરવા આ લિંક પર ક્લિક કરો

સંકળાયેલા મુદ્દાઓ

AnantAmbani RadhikaMerchant Specialdresscode Theme function guests jamnagar prewedding Anant Ambani-Radhika Merchant's pre-wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ