ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Indians have a deficiency of these five elements

સ્વાસ્થ્ય / ભારતીયોમાં હોય છે સૌથી વધુ આ પાંચ તત્વોની ઉણપ, મહિલાઓ વધુ બને છે ભોગ

Published By: Dhruv

Last Updated: 08:48 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા શરીરને હેલ્ધી રાખવા અને તમામ અંગો યોગ્ય રીતે કામ કરે તે માટે અનેક પ્રકારના માઇક્રોન્યુટ્રીઅન્ટસ અને મેક્રોન્યુટ્રીઅન્ટસ એટલે કે પોષકતત્વોની જરુર પડે છે. તેમાંના મોટાભાગના પોષકતત્વો આપણું શરીર જાતે બનાવતું નથી. તેને ખોરાક દ્વારા મેળવવા પડે છે. તેથી જ સંતુલિત આહાર(વેલ બેલેન્સ્ડ) જરુરી છે. સામાન્ય રીતે હેલ્ધી કહેવાતા લોકો પણ ઘણીવાર કેટલાંક વિટામિન, મિનરલ્સ સહિતનાં પોષકતત્વોની ખામીથી પિડાતા હોય છે.

ADVERTISEMENT

Women Health

સેન્ટર્સ ફોર કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટ મુજબ હવામાન, ભૌગોલિક સ્થિતિ, ખાનપાનની જે તે વિસ્તારની ટેવો વગેરેની આપણા આરોગ્ય પર અસર હોય છે. ભારતમાં ઘરમાં બનાવાતું પરંપરાગત ભોજન એકંદરે સંતુલિત કહેવાય છે. તેમ છતાં ભારતીયોમાં પાંચ પ્રકારનાં તત્વોની ઉણપ જોવા મળે છે. આયર્ન: તેની ઉણપ આમ તો વૈશ્વિક સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) મુજબ દુનિયાના 30 ટકા લોકો આયર્નની ઉણપ (એનેમિયા)થી પિડાય છે.

ભારતમાં ખાસ કરીને મહિલાઓમાં (women) આ સમસ્યા વધુ છે.ભારતમાં કરાયેલા સર્વેમાં 50 ટકા મહિલામાં આયર્નની સમસ્યા જણાઇ હતી. વિટામિન ડી: અત્યારે મોટી સંખ્યામાં લોકો તેની ઉણપ જોવા મળે છે. દુનિયામાં તેનું પ્રમાણ 50 ટકાથી 90 ટકા સુધીનું છે. વિટામિન ડી સુર્યપ્રકાશ અને કેટલીક ચીજોમાંથી મળે છે.તેની ઉણપથી હાડકા નબળા પડે છે. ડાયાબિટિશ અને બીપીના દર્દીઓને તેની ઉણપથી સમસ્યા વધુ ગંભીર બને છે.

Women Health

આયોડિન: શરીરમાં થાઇરોઇડનું યોગ્ય પ્રમાણ જળવાઇ રહે તે માટે આયોડિન જરુરી છે.શરીરમા વિકાસ માટે જરુરી ગ્રોથ હોર્મોન્સ માટે પણ તે અતિ આવશ્યક છે.ભારતમાં તેથી જ આયોડાઇઝ મીઠું લેવાની ભલામણ કરાય છે. વિટામિન એ: વિટામિન એની ખામીની સીધી અસર આંખ પર થાય છે.તેની ઉણપ વધુ પ્રમાણમાં હોય તો અંધાપાનો ખતરો પણ રહે છે.

નવજાત બાળકને સ્તનપાન કરાવવામાં આવે તો આ બાળકોમાં આ ઉણપ થતી નથી.હાડકાના સ્વાસ્થ્ય માટે પણ તે જરુરી છે. વિટામિન સી: મજબુત રોગ પ્રતિકારકશકિત અને હેલ્ધી સ્કીન માટે આ વિટામિન યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તે જરુરી છે. ભારતમાં 60 વર્ષથી વધુ વયના 73 ટકા લોકો તેની ઉણપથી પિડાય છે. આ ઉપરાંત તમાકુનાં વ્યસનીઓમાં પણ તેની ઉણપ વધુ જોવાં મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Women World Health Organization lifestyle વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્વાસ્થ્ય Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ