બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian team lands in afghanistan taliban ajit doval pm modi

નવા સંબંધો / 'ડોભાલ નીતિ'ની અસર, તાલિબાન રાજમાં પહેલી વખત અફઘાનિસ્તાન પહોંચ્યું ભારત, કાબુલમાં હોસ્પિટલની લીધી મુલાકાત

Published By: Hiren

Last Updated: 08:44 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદ હવે ભારત સાથેના સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે.

  • અફઘાનિસ્તાન સાથે શરૂ થશે નવા સંબંધો
  • કાબૂલ પહોંચ્યું ભારતીય પ્રતિનિધિમંડળ
  • બાળકોની હોસ્પિટલની લીધી મુલાકાત

ગયા વર્ષે તાલિબાનોએ ચૂંટાયેલી સરકારને સત્તા પરથી હટાવ્યા બાદ પોતાના હાથમાં શાસન લઈ લીધુ હતું. આવા મોટા રાજકીય પરિવર્તન બાદ પહેલીવાર ભારતનું  ડેલિગેશન સત્તાવાર રીતે અફઘાનિસ્તાન પહોંચ્યું છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના આશ્વાસન બાદ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું દળ કાબુલ પહોંચ્યું છે. આ દળ અફઘાનિસ્તાનમાં આપવામાં આવી રહેલી માનવીય સહાયતા પર નિરીક્ષણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય અધિકારી તાલિબાનના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત પણ કરશે. ભારતીય પ્રતિનિધિઓએ કાબુલમાં એક હોસ્પિટલની મુલાકાત લીધી અને સ્થાનિક લોકો સાથે પણ સંવાદ કર્યો હતો.

આ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું હતું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષો જૂના સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે, એટલે ભારતે ત્યાંના લોકો માટે કેટલીક સહાયતા મોકલી છે. કાબુલમાં ભારતીય દૂતાવાસ ખોલવાની વાત પર વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે હાલમાં ભારતીય પ્રતિનિધિ મંડળની મુલાકાતને સામાન્ય રીતે જ જોવામાં આવે. સ્થાનિક લોકો મારફતે કાબૂલમાં દૂતાવાસ કાર્યરત છે.

અજીત ડોભાલના આશ્વાસન બાદ ભારત સરકારના અધિકારીઓ પહોંચ્યા અફઘાનિસ્તાન

આ પહેલા અજીત ડોભાલે અફઘાનિસ્તાનને આશ્વાસન આપ્યું હતું કે ભલે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, ભારત સારુ મિત્ર હતું અને ભવિષ્યમાં પણ રહેશે. તાલિબાને પણ ભારત પાસે દૂતાવાસ ખોલવાની ગુહાર લગાવી છે. ભારતીય દળનું નેતત્વ પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન મામલાઓ પર વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી જેપી સિંહ કરી રહ્યા છે.

તાલિબાને દિલ ખોલીને કર્યા ભારતના વખાણ

તાલિબાની વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતમાં નાર્કોટિક્સ પદાર્થોની ચોરી અફઘાનિસ્તામાં અમેરિકન શાસન દરમિયાન નશીલા પદાર્થોના ઉત્પાદનમાં વૃદ્ધિનું પરિણામ છે. તાલિબાની નેતા અનસ હક્કાનીએ પણ ભારતના દિલ ખોલીને વખાણ કર્યા હતા. અનસે કહ્યું કે, ભારત માટે અફઘાનિસ્તાનના દરવાજા હંમેશા ખુલ્લા છે. હક્કાનીએ ક્રિકેટ દ્વારા પણ ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

India Taliban afghanistan અફઘાનિસ્તાન તાલિબાન ભારત Taliban

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ