બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / કેનેડા જવાનું સપનું હોય તો આ વાંચી લેજો, વેઈટર તરીકે કામ કરતા વિદ્યાર્થીએ જણાવી આપવીતી

NRI ન્યૂઝ / કેનેડા જવાનું સપનું હોય તો આ વાંચી લેજો, વેઈટર તરીકે કામ કરતા વિદ્યાર્થીએ જણાવી આપવીતી

Last Updated: 04:05 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની લાઈફસ્ટાઈલ સંપૂર્ણ રીતે બદલાઈ જવાની છે. એ લોકો પણ એવી આશા સેવી રહ્યા છે કે તેઓ પણ સારા પગારવાળી નોકરી કરે અને મોંઘી ગાડીઓમાં ફરે. કેનેડામાં ચાર લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહે છે. અંહિયાથી ડિગ્રી મેળવીને તેમને લાગે છે કે તેમની જિંદગી બદલાઈ જશે.

વિદેશમાં ભણવા જતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું માને છે કે વિદેશમાં ભંવથી તેમને સારા પગારની નોકરી મલાઈ જશે. ચમક દમક વાળી એ લાઈફની કલ્પનાથી સાચી દુનિયા ઘણી અલગ છે. અંહિયા વિદ્યાર્થીઓનું જીવન ખૂબ મુશ્કેલ છે. એક ભારતીય વિદ્યાર્થીએ કેનેડામાં અભ્યાસ કરવાનો તેનો અનુભવ શેર કર્યો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

દેવ મિત્રાએ શેર કર્યો અનુભવ

કેનેડા સ્થિત કન્સલ્ટિંગ ફર્મના ભારતીય મૂળના સ્થાપક દેવ મિત્રાએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં કેનેડામાં અભ્યાસ કરવાના તેમના અનુભવ વિશે વાત કરી. દેવે કહ્યું કે તે ભારતમાં ૧૪ લાખ રૂપિયાની નોકરી છોડીને વિદેશ ભણવા ગયો હતો. પરંતુ પોતાના ખર્ચાઓ પૂરા કરવા માટે તેને ત્યાં વેઈટર તરીકે કામ કરવું પડ્યું. છ વર્ષથી કેનેડામાં રહેલા દેવ મિત્રાએ સમજાવ્યું કે કેવી રીતે તેઓ શિક્ષણ લોનના દબાણ હેઠળ અભ્યાસ કરી રહ્યા હતા અને આ સમય દરમિયાન તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ પણ કરવું પડ્યું.

દેવું કરીને આવે છે વિદ્યાર્થીઓ

પોડકાસ્ટમાં, દેવ મિત્રાએ કહ્યું કે કેનેડામાં પરિસ્થિતિ સ્વીકારવી મુશ્કેલ હતી. આના જવાબમાં, યજમાન વિનમરા કસાનાએ કહ્યું કે નવા દેશમાં ઇમિગ્રન્ટ બનવાની પીડા અને વાસ્તવિકતા સાથે જીવવું પડે છે. દેવ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો એક વર્ગ એવો છે જે દબાણથી ઘેરાયેલો છે. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા જાય છે તેમની પાસે લોન હોય છે, જે તેમણે કંઈક ગીરવે મૂકીને લીધી હોય છે. ઘણી વખત આ જમીન હોય છે, જે પરિવાર પાસે એકમાત્ર સંપત્તિ હોય છે.

વધુ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PMને 14 વર્ષની જેલ! પત્નીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારાઈ

કેનેડામાં જીવવા માટે કેટલા પૈસા જોઈએ?

તે આગળ સમજાવે છે કે આના કારણે, વિદ્યાર્થી પાસે પોતાના અભ્યાસ માટે વધુ મહેનત કરવા અને લોન ચૂકવવા માટે પૈસા કમાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. બીજા એક વીડિયોમાં, દેવ મિત્રાએ કેનેડામાં રહેવાના ખર્ચ અને જીવનશૈલી માટે જરૂરી પૈસા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ $1000 કમાઈ રહી હોય તો તે પોતાનું જીવન આરામથી જીવી શકતો નથી કારણ કે તે અપૂરતું છે, જ્યારે ટોરોન્ટોના ડાઉનટાઉનની બહાર રહેવા માટે ઓછામાં ઓછા $4000 જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jobs Canada Student Life
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ