બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Indian Russian satellites just meters away in space Roscosmos says 224m Isro says 420m

WORLD / અવકાશમાં સર્જાઈ એવી ઘટના કે ભારત અને રશિયાના શ્વાસ અધ્ધર થઇ ગયા; જાણો કેમ?

Published By: Shalin

Last Updated: 06:46 PM, 28 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ CARTOSAT-2F અને રશિયાનો પૃથ્વીનું નિરીક્ષણ કરતો સેટેલાઈટ પૃથ્વીનું પરિભ્રમણ કરતા કરતા એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.

આ બંને ઉપગ્રહો એકબીજાની ગંભીર રીતે નજીક આવી જતા વૈજ્ઞાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા કારણ કે આ ઉપગ્રહો જો એકબીજા સાથે અથડાય તો ગંભીર અકસ્માત થઇ શકતો હતો. 

અવકાશમાં અકસ્માતથી સર્જાઈ શકે છે ગંભીર સમસ્યાઓ

નોંધનીય છે કે અવકાશમાં અકસ્માત સર્જાય તો જે તે પદાર્થના તૂટી ગયેલા ટુકડાઓ પૃથ્વીની આસપાસ ભ્રમણ કર્યા કરે છે. તેમને સાફ કરવા શક્ય નથી અને આ પદાર્થ બીજા કોઈ ઉપગ્રહો સાથે પણ તેવી શક્યતા રહેલી હોય છે.

રશિયન સ્પેસ એજન્સીનો દાવો

રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે કહ્યું હતું કે 27 નવેમ્બરે UTC 1 વાગીને 49 મિનિટે 700 કિલોનો CARTOSAT-2F રશિયન Kanopus-V સ્પેસક્રાફટની ખૂબ જોખમી રીતે નજીક આવી ગયો હતો. તેમણે કહ્યું હતું કે બંને ઉપગ્રહો વચ્ચેનું અંતર ઘટીને ફક્ત 224 મીટર થઇ ગયું હતું.

ઈસરોનો દાવો

જો કે આ પ્રકારની કોઈ પણ સંભાવનાને ઈસરોને ચેરમેન કે સિવને રદિયો આપી દીધો હતો. તેમના મતે ઈસરો આ સેટેલાઇટને છેલ્લા 4 દિવસથી ટ્રેક કરી રહ્યું છે અને બંને વચ્ચેનું અંતર 420 મીટર હતું. જયારે અંતર 150 મીટરથી ઘટે છે ત્યારે જ સેટેલાઇટની ધરી બદલવામાં આવે છે. 

જો કે તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ અવકાશમાં થતી રહેતી હોય છે અને મોટાભાગે તેની જાહેરમાં ચર્ચા કરવાની કોઈ જરૂર રહેતી નથી. 

 
 

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Satellite Space ઈસરો ઉપગ્રહ World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ