બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian Railways introduces baby berth in train for safety of infants

આરામદાયક પ્રવાસ / નાના બાળકોને લઈને ટ્રેનોમાં સફર કરતી મહિલાઓને મોટી રાહત, રેલવેએ શરુ કરી આ શાનદાર સુવિધા

Hiralal

Last Updated: 07:15 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના બાળકો માટે રેલવેએ ટ્રેન એક ખાસ સુવિધા શરુ કરી છે. રેલવેએ પાયલટ પ્રોજેક્ટ તરીકે લખનઉ મેઈલમાં બેબી બર્થ સુવિધા શરુ કરી છે.

  • ઈન્ડીયન રેલવેએ બાળકો માટે ટ્રેનમાં શરુ કરી ખાસ સુવિધા
  • નાના બાળકો માટે લગાવી બેબી બર્થ
  • બાળકો આરામથી ઊંઘી શકે તેવો હેતુ

ભારતીય રેલવે સતત મુસાફરોની સુવિધા વધારી રહી છે. આ સંદર્ભમાં રેલવેએ નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલા મુસાફરો માટે આ વિશેષ સેવા શરૂ કરી છે. રેલવે દ્વારા આ પ્રકારની સુવિધા પ્રથમ વખત ઉમેરવામાં આવી છે.

લખનઉ મેઈલમાં લગાવાઈ બેબી બર્થ

રેલવેએ હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે લખનઉ મેઈલમાં એક બેબી બર્થ લગાવી છે જેમાં બાળકો આરામથી ઊંઘને યાત્રા કરી શકે છે. નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓને બર્થ પર બાળક સાથે સૂવામાં તકલીફ પડે છે. જેને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ લોઅર બર્થમાં બેબી બર્થ લગાવી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી સુવિધા અંગે મુસાફરોનો પ્રતિસાદ મળ્યા પછી, તેને વધુ ટ્રેનો સુધી લંબાવી શકાય છે.

પાયલટ પ્રોજેક્ટ સફળ બન્યા બાદ દેશમાં લાગુ પાડવામાં આવશે
રેલવેએ હાલમાં ફક્ત એક ટ્રેનમાં બેબી બર્થ શરુ કરી છે જો આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો તેને દેશની બધી ટ્રેનોમાં શરુ કરવામાં આવશે. 

લોઅર બર્થમાં બેબી બર્થ ઉમેરવામાં આવી 
ઉત્તર રેલ્વેના લખનઉ ડિવિઝને લોઅર બર્થમાં બેબી બર્થ લગાવી છે. આ બર્થમાં એક સ્ટોપર પણ છે, જેથી બાળક સૂતી વખતે નીચે ન પડે. આ ઉપરાંત આ સીટને ફોલ્ડ પણ કરી શકાય છે. તે ઉપર અને નીચે પણ કરી શકાય છે. આનાથી એવી મહિલાઓને સુવિધા મળશે જેમને નાના બાળકો છે. હાલ આ સુવિધા માત્ર લખનઉ મેલમાં જ આપવામાં આવે છે. લખનઉ મેલ લખનઉથી ઉપડે છે અને નવી દિલ્હી અને નવી દિલ્હીથી લખનઉ પરત આવે છે.લખનઉ મેઇલમાં શરૂ કરવામાં આવેલી આ સુવિધાની જાહેરાત ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનના ડીઆરએમ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરીને કરવામાં આવી હતી.લખનઉના આ મેઇલમાં કોચ નંબર 194129/બી4માં બર્થ નંબર 12 અને 60માં બેબી બર્થ રજૂ કરવામાં આવી છે, જેથી માતા પોતાના બાળક સાથે આરામથી મુસાફરી કરી શકે. તેને 8 મેના રોજ મધર્સ ડે પર લોન્ચ કરવામાં આવી છે.

બીજી ટ્રેનોમાં ક્યારે શરુ થશે બેબી બર્થ

લખનઉ મેઈલમાં શરુ કરવામાં આવેલી બેબી બર્થની સુવિધા સફળ રહેવાના કિસ્સામાં તેને બીજી ટ્રેનોમાં લાગુ પાડવાનો રેલવેનો વિચાર છે. આ પ્રયોગ સફળ રહે તો બધી ટ્રેનોમાં શરુ કરવામાં આવશે. નાના બાળકોને લઈને રેલવેની મુસાફરી કરતી મહિલાઓને બેબી બર્થની મોટી રાહત મળશે અને તે તેમની સાથે આરામદાયક પ્રવાસ કરી શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway baby berth in Lucknow baby berth in train ઈન્ડીયન રેલવે બેબી બર્થ ઈન ટ્રેન બેબી બર્થ ઈન લખનઉ baby berth in train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ