બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કન્ફર્મ ટિકિટ હોવા છતાં ક્યારે ગુમાવી શકો છો તમારી સીટ? મુસાફરોએ જાણવો જોઈએ આ મહત્વનો નિયમ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:15 PM, 3 August 2026
1/7
2/7
ભારતીય રેલવેના નિયમ મુજબ જો મુસાફર પોતાના પસંદ કરેલા બોર્ડિંગ સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતો નથી અને ત્યારબાદના બે સ્ટેશન સુધી પણ મુસાફરી શરૂ કરતો નથી તો TTE તે સીટ ખાલી હોવાનું માની શકે છે. આવી સ્થિતિમાં વેઇટિંગ લિસ્ટ અથવા RACમાં રહેલા પાત્ર મુસાફરને તે સીટ ફાળવવાનો અધિકાર TTEને હોય છે. એટલે માત્ર કન્ફર્મ ટિકિટ હોવી પૂરતી નથી, સમયસર ટ્રેનમાં ચઢવું પણ એટલું જ જરૂરી છે.
3/7
દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ઘણા મુસાફરો ટિકિટ બુક કરાવે છે પરંતુ કોઈ કારણસર મુસાફરી કરતા નથી. બીજી તરફ ઘણા મુસાફરો વેઇટિંગ અથવા RAC ટિકિટ સાથે મુસાફરી કરતા હોય છે. આવી સ્થિતિમાં ખાલી પડેલી સીટનો યોગ્ય ઉપયોગ થાય અને વધુ લોકોને મુસાફરીની સુવિધા મળે તે માટે રેલવેએ આ નિયમ અમલમાં મૂક્યો છે.
4/7
જો તમારે તમારા મૂળ બોર્ડિંગ સ્ટેશનને બદલે બીજા સ્ટેશનથી ટ્રેનમાં ચડવું હોય તો મુસાફરી પહેલાં IRCTC મારફતે બોર્ડિંગ સ્ટેશન બદલી દેવું જોઈએ. બોર્ડિંગ સ્ટેશન બદલ્યા બાદ રેલવેના રેકોર્ડમાં તેની નોંધ થઈ જાય છે અને તમારી સીટ સુરક્ષિત રહે છે. કોઈ જાણ કર્યા વગર પહેલું સ્ટેશન છોડવું નુકસાનકારક બની શકે છે.
5/7
ટ્રાફિક, ફ્લાઇટ મોડી થવી, બસ છૂટી જવી અથવા અન્ય કોઈ કારણસર સમયસર સ્ટેશન પર પહોંચી ન શકાય તો શક્ય હોય ત્યાં સુધી TTE અથવા રેલવે હેલ્પલાઇનને જાણ કરવી જોઈએ. જોકે અંતિમ નિર્ણય રેલવેના નિયમો અને TTEની સત્તા અનુસાર લેવામાં આવે છે. તેથી અગાઉથી માહિતી આપવી હંમેશા વધુ યોગ્ય માનવામાં આવે છે.
6/7
માત્ર પહેલું બોર્ડિંગ સ્ટેશન ચૂકી જવાથી ટિકિટ આપમેળે રદ થતી નથી. પરંતુ જો તમે બોર્ડિંગ સ્ટેશન બદલ્યું નથી, ટ્રેનમાં ચડ્યા નથી અને તેની કોઈ જાણ પણ કરી નથી તો TTE તમારી સીટ અન્ય મુસાફરને આપી શકે છે. ત્યારબાદ જો તમે આગળના સ્ટેશનથી ટ્રેનમાં ચઢો તો પહેલાની સીટ પાછી મળશે તેની કોઈ ખાતરી રહેતી નથી. ઉપલબ્ધતા મુજબ જ નવી વ્યવસ્થા કરવામાં આવે છે.
7/7
ટિકિટ બુક કરતી વખતે હંમેશા યોગ્ય બોર્ડિંગ સ્ટેશન પસંદ કરો. જો બીજા સ્ટેશનથી મુસાફરી કરવી હોય તો સમયસર બોર્ડિંગ સ્ટેશન બદલી દો. ટ્રેન ચૂકી જવાની શક્યતા હોય તો શક્ય હોય ત્યાં સુધી રેલવે અથવા TTEને જાણ કરો. માત્ર કન્ફર્મ ટિકિટના આધારે સીટ આખી મુસાફરી દરમિયાન તમારી જ રહેશે એવું માનવું યોગ્ય નથી. સમયસર ટ્રેનમાં ચઢવું અને રેલવેના નિયમોનું પાલન કરવું સૌથી સુરક્ષિત વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ