બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઓગસ્ટમાં મેઘરાજાની મહેર ઓછી: 10 ઓગસ્ટ 2019ના 4.2 ઇંચ વરસાદનો રેકોર્ડ છેલ્લા 7 વર્ષથી અકબંધ
Last Updated: 03:00 PM, 3 August 2026
અમદાવાદ સહિત રાજ્યભરમાં સામાન્ય રીતે અષાઢી મેઘ ભારે વરસાદ લાવનારો સાબિત થતો હોય છે અને આ મહિનામાં મેઘરાજા પરંપરાગત રીતે તોફાની બેટિંગ કરતા આવ્યા છે. અષાઢ બાદ આવતા દેવાધિદેવ મહાદેવની આરાધના માટે શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસમાં મેહુલિયો ખાસ વરસાદરૂપી વહાલ વરસાવતો નથી. હવે જો છેલ્લાં ૧૦ વર્ષના અમદાવાદમાં પડેલા વરસાદના રેકોર્ડની વાત તપાસીએ તો એવું ચોક્કસ કહી શકાશે કે ઓગસ્ટમાં મેઘરાજા અમદાવાદીઓ પર ખાસ રીઝ્યા નથી.
ADVERTISEMENT
હવામાન વિભાગનો છેલ્લાં ૧૦ વર્ષના ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદના રેકોર્ડ દર્શાવે છે કે ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ અમદાવાદમાં ૪.૨ ઇંચ વરસાદ પડ્યો હતો, જે છેલ્લાં સાત વર્ષનો રેકોર્ડ છે અને આજ દિન સુધી જળવાઈ રહ્યો છે, જ્યારે વર્ષદીઠ ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદના રેકોર્ડની વિગત જોઈએ તો ૧૩ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ પોણા ત્રણ ઇંચ, ૩ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ત્રણ ઇંચ વરસાદ, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એક ઇંચ, ૧૯ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ માંડ ૯.૮ મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ૫ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ચાર ઇંચ વરસાદ, ૨૧ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ બે ઇંચ, ૧૮ ઓગસ્ટ, ૨૦૧૮એ પોણા ચાર ઇંચ, ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ ૪.૨ ઇંચ, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ સવા ત્રણ ઇંચ અને ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ એક ઇંચ વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ અમેરિકામાં $3.7 મિલિયનના પાર્સલ કાંડમાં ગુજરાતી યુવકને 4 વર્ષની જેલ, સ્ટૂડન્ટ વિઝા બાદ વિઝિટર વિઝા પર જઈ...
ADVERTISEMENT
૩૦ ઓગસ્ટ, ૧૯૭૬ના રોજ ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો
ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદના રેકોર્ડને વધુ તપાસીએ તો આ મહિનાના વરસાદનો ઓલટાઇમ રેકોર્ડ છેક વર્ષ ૧૯૭૬માં નોંધાયો હતો. તે વખતે ૩૦ ઓગસ્ટે શહેરમાં એક જ દિવસમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.