બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમેરિકામાં $3.7 મિલિયનના પાર્સલ કાંડમાં ગુજરાતી યુવકને 4 વર્ષની જેલ, સ્ટૂડન્ટ વિઝા બાદ વિઝિટર વિઝા પર જઈ...
Last Updated: 01:46 PM, 3 August 2026
કેનેડાના સ્ટુડન્ટ વિઝા પર ગયેલા અને બાદમાં અમેરિકા પહોંચેલા 22 વર્ષના ગુજરાતી યુવક રોશન શાહને અમેરિકાની કોર્ટે મોટા ફ્રોડ કેસમાં ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. રોશન શાહ પર વૃદ્ધ લોકોને છેતરતી એક આંતરરાષ્ટ્રીય છેતરપિંડીની ગેંગ માટે કામ કરવાનો આરોપ હતો.
ADVERTISEMENT
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો અનુસાર, રોશન શાહે અમેરિકાના અલગ-અલગ સ્ટેટ્સમાં ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી કેશ અને ગોલ્ડથી ભરેલા પાર્સલ મેળવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર કૌભાંડની રકમ લગભગ 3.7 મિલિયન ડોલર સુધી પહોંચી હતી અને તેમાં ઓછામાં ઓછા 15 લોકો ભોગ બન્યા હતા.
નકલી ફેડરલ એજન્ટ બનીને પાર્સલ ઉઠાવતો હતો
ADVERTISEMENT
તપાસ મુજબ, ફ્રોડ કરનારાઓ મુખ્યત્વે સિનિયર સિટીઝન્સને નિશાન બનાવતા હતા. તેમને એવું કહીને ડરાવવામાં આવતા હતા કે તેમની ઓળખનો ઉપયોગ ગુનામાં થયો છે અને તેમના બેંક અકાઉન્ટ સુરક્ષિત નથી.
ત્યારબાદ પીડિતોને કહેવામાં આવતું હતું કે તેઓ પોતાના પૈસા ઉપાડી લે અથવા ગોલ્ડ ખરીદી લે અને સરકારની સુરક્ષા માટે સોંપી દે. તેમને વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે તેમનો પૈસા અને ગોલ્ડ વોશિંગ્ટન ડીસીના સુરક્ષિત લોકરમાં રાખવામાં આવશે અને થોડા દિવસોમાં પરત મળી જશે. આ દરમિયાન એક ફેડરલ એજન્ટ આવીને પાર્સલ લઈ જશે એવું કહેવામાં આવતું હતું. તપાસ મુજબ આ નકલી ફેડરલ એજન્ટ તરીકે રોશન શાહ પોતે પાર્સલ લેવા પહોંચતો હતો.
ADVERTISEMENT
વિસ્કોન્સિનમાં $5 લાખના ગોલ્ડ પાર્સલ સાથે ઝડપાયો
કોર્ટના રેકોર્ડ પ્રમાણે રોશને વિસ્કોન્સિન ઉપરાંત ફ્લોરિડા, એરિઝોના સહિતના રાજ્યોમાં પાર્સલ કલેક્ટ કર્યા હતા.તેની ધરપકડ ત્યારે થઈ જ્યારે તે વિસ્કોન્સિનના ન્યૂ બર્લિનમાં લગભગ 5 લાખ ડોલરના ગોલ્ડવાળું પાર્સલ લેવા પહોંચ્યો હતો.4 ઓગસ્ટ 2025ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેણે આરોપો સ્વીકાર્યા નહોતા, પરંતુ તપાસ આગળ વધતા તેની ભૂમિકા અને અન્ય વિગતો સામે આવતી ગઈ.
ADVERTISEMENT
દરેક પાર્સલ માટે મળતા હતા હજારો ડોલર
પૂછપરછ દરમિયાન રોશન શાહે કબૂલાત કરી હોવાનું જણાવાયું છે કે તે અન્ય બે લોકો સાથે મળીને આ કામ કરતો હતો. એક પાર્સલ ઉઠાવવા બદલ તેને લગભગ 2 હજારથી 4 હજાર ડોલર મળવાના હતા. તપાસમાં એવી પણ માહિતી સામે આવી કે ભારતમાં બેઠેલા લોકો તેને કયા સ્થળેથી પાર્સલ લેવાના છે તેની સૂચનાઓ આપતા હતા.
ADVERTISEMENT
સજા બાદ થઈ શકે છે ભારત ડિપોર્ટ
રોશન શાહ જુલાઈ 2025થી જેલમાં છે. સજા પૂર્ણ થયા બાદ તેને અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી ICEની કસ્ટડીમાં લેવામાં આવી શકે છે અને તેને ભારત ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ કેસ ફરી એકવાર બતાવે છે કે આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્ક કેવી રીતે વિદેશમાં રહેતા યુવાનોનો ઉપયોગ પાર્સલ કલેક્શન જેવા કામ માટે કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 19 વર્ષીય B.Tech વિદ્યાર્થીનું 11મા માળેથી પટકાતા મોત: PDEU નજીકની રહેણાંક ફ્લેટમાં ઘટના
અમેરિકામાં આવા કેસોમાં અનેક દક્ષિણ એશિયાઈ લોકો પકડાઈ ચૂક્યા છે, જેમાં કેટલાક લોકો ફ્રોડ નેટવર્કની સાચી જાણકારી હોવાનો ઇનકાર કરતા જોવા મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.