બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 19 વર્ષીય B.Tech વિદ્યાર્થીનું 11મા માળેથી પટકાતા મોત: PDEU નજીકની રહેણાંક ફ્લેટમાં ઘટના
Last Updated: 01:14 PM, 3 August 2026
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલી પીડીયુ યુનિવર્સિટી નજીકની પ્રીમિયમ રેસિડેન્શિયલ વિનાયક સરલ કોર્ટયાર્ડ સોસાયટીમાં શનિવારે (2 ઓગસ્ટ) મોડી રાત્રે બનેલી ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે B.Techનો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકનું 11મા માળેથી નીચે પડતાં મોત થયું છે. પ્રાથમિક તપાસ મુજબ યુવકે ઘટના પહેલા મિત્ર સાથે મોબાઇલ પર લાંબી વાતચીત કરી હતી. હાલ ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
મિત્ર સાથે વાત કર્યા બાદ બની ઘટના
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક દેવર્ષના પિતાનો વિનાયક સરલ કોર્ટયાર્ડ સોસાયટીના 11મા માળે ફ્લેટ આવેલો છે, જે હાલમાં એક એરલાઇન પાયલોટને ભાડે અપાયેલો છે. ઘટનાના દિવસે દેવર્ષ પોતાના મામા સાથે વડોદરા ગયો હતો. સાંજે પરત ફર્યા બાદ તેણે મામાને અમદાવાદના ઘોડાસર ખાતે ઉતાર્યા હતા. જોકે ઘરે જવાના બદલે તે સીધો ગાંધીનગર સ્થિત પિતાના ફ્લેટ પર પહોંચ્યો હતો. તે સમયે ફ્લેટમાં કોઈ હાજર ન હતું. અહીં પહોંચ્યા બાદ દેવર્ષે પોતાના મિત્ર રોનિત સાથે મોબાઇલ પર લાંબી વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે મોબાઇલ પાળી પર મૂકી દીધો હતો અને થોડા સમય બાદ 11મા માળેથી નીચે પડી ગયો હતો.
ADVERTISEMENT

અવાજ સાંભળતા રહીશો દોડી આવ્યા
ADVERTISEMENT
રાત્રિના સમયે જોરદાર અવાજ સંભળાતા સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT
પરિવારના નિવેદનો હજુ બાકી
તપાસ અધિકારી PSI એ. આઈ. મૂલીયાણાએ જણાવ્યું કે, ઘટના મોડી રાત્રે બની હોવાથી સોસાયટીના રહીશો પાસેથી વિગતવાર પૂછપરછ કરવાની બાકી છે. ઉપરાંત પરિવારજનો અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી તેમના નિવેદનો પણ હજુ લેવામાં આવ્યા નથી. મૃતકના મામાની ફરિયાદના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઘરે જવાના બદલે ગાંધીનગર કેમ પહોંચ્યો?
તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે દેવર્ષ પોતાના ઘરે જવાના બદલે અચાનક ગાંધીનગર સ્થિત પિતાના ફ્લેટ પર શા માટે પહોંચ્યો હતો. યુવકનો મોબાઇલ કબ્જે લેવામાં આવ્યો છે અને છેલ્લે વાત કરનાર મિત્ર સહિત અન્ય પરિચિતોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 5 ઓગસ્ટથી હવામાન બદલાશે, 8થી 12 ઓગસ્ટ દરમિયાન હળવાથી ભારે વરસાદની શક્યતા, અંબાલાલ કાકાએ કરી નવી આગાહી
વિસ્તારમાં અગાઉ પણ બની હતી આવી ઘટના
ઉલ્લેખનીય છે કે, આ જ બિલ્ડર દ્વારા નિર્માણ કરાયેલી નજીકની વિનાયક સ્કાય ડેક સોસાયટીમાં પણ ઓગસ્ટ 2023 દરમિયાન 12મા માળેથી પડી જવાથી એક 26 વર્ષીય યુવકનું મોત થયું હતું. તાજેતરની ઘટનાને પગલે ફરી એકવાર વિસ્તારમાં સુરક્ષા અને ઘટનાના કારણોને લઈને ચર્ચા શરૂ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.