બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફ્રિજ કઈ દિશામાં રાખવું? જાણી લેજો નહીં તો થઈ શકે ધનહાનિ અને નકારાત્મક અસર
5 ફોટો ગેલેરી
Last Updated: 02:15 PM, 3 August 2026
1/5
આજના સમયમાં ફ્રિજ દરેક ઘરની સૌથી જરૂરી વસ્તુઓમાં સામેલ છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ફ્રિજને યોગ્ય દિશામાં રાખવું પણ એટલું જ મહત્વનું માનવામાં આવે છે. ખોટી જગ્યાએ રાખવામાં આવેલો ફ્રિજ ઘરમાં નકારાત્મક ઊર્જા, આર્થિક મુશ્કેલીઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. જાણો ફ્રિજ રાખવાની સાચી દિશા અને તેને લગતા મહત્વના વાસ્તુ નિયમો.
2/5
વાસ્તુશાસ્ત્ર મુજબ ફ્રિજ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ દિશા ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણો માનવામાં આવે છે. આ દિશા વાયુ અને જળ તત્વ સાથે જોડાયેલી હોવાથી અહીં ફ્રિજ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધે છે અને ઘરનું વાતાવરણ સંતુલિત રહે છે. જો ઉત્તર-પશ્ચિમ દિશામાં જગ્યા ન હોય તો દક્ષિણ-પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં પણ ફ્રિજ રાખી શકાય છે. આ દિશા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે યોગ્ય માનવામાં આવે છે.
3/5
ફેંગશૂઈમાં પશ્ચિમ દિશામાં ફ્રિજ રાખવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ફ્રિજ રાખવાથી પરિવારના સંબંધો મધુર બને છે અને આર્થિક સ્થિરતા વધે છે. જો ઘરમાં માનસિક શાંતિ અને સ્થિરતા ઇચ્છતા હોવ તો દક્ષિણ-પશ્ચિમ દિશા પણ યોગ્ય માનવામાં આવે છે.
4/5
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો દેવસ્થાન અને સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. આ દિશામાં ભારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ફ્રિજ રાખવો શુભ માનવામાં આવતો નથી. તેનાથી ઘરની બરકત ઘટી શકે છે અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.તે જ રીતે દક્ષિણ દિશામાં પણ ફ્રિજ રાખવાનું ટાળવું જોઈએ. દક્ષિણ દિશા અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે જ્યારે ફ્રિજ શીતળતા દર્શાવે છે. બંને તત્વો વચ્ચે અસંતુલન સર્જાતા સ્વાસ્થ્ય અને પરિવારના જીવન પર અસર થઈ શકે છે.
5/5
વાસ્તુ અનુસાર ગંદો અને અવ્યવસ્થિત ફ્રિજ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારી શકે છે. તેથી ફ્રિજને અંદર અને બહાર બંને તરફથી નિયમિત સાફ રાખવો જોઈએ. લાંબા સમય સુધી બગડેલું, વાસી અથવા સડેલું ખાવાનું તેમાં ન રાખવું. સ્વચ્છ અને વ્યવસ્થિત ફ્રિજ ઘરમાં સકારાત્મકતા જાળવવામાં મદદરૂપ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ