ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / રાજકોટના સમાચાર / Cricket / indian premier league 2020 dubai ravindra jadeja awarded by chennai super kings

ગૌરવ / IPL 2020 : રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં રજવાડી તલવાર આપી સન્માન કરાયું, VIDEO થયો વાયરલ

Published By: Gayatri

Last Updated: 06:45 AM, 18 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક માત્ર લેફ્ટ આર્મ બોલર-બેસ્ટમેન તરીકે મૂળ જામનગરના ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં સન્માન કરાયું છે.

ADVERTISEMENT

  • ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું સમ્માન
  • CSK ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાનું વિશિષ્ટ સમ્માન
  • રવિન્દ્ર જાડેજાને રોયલ તલવાર આપીને કરાયું સમ્માન

ચેન્નઈ સુપર કિંગ ટીમ દ્વારા રવિન્દ્ર જાડેજાને રજવાડી તલવાર આપી તેનું સન્માન કરવામાં આવ્યું છે. હાલ ટીમો IPL રમવા માટે દુબઈ પહોંચી ચુકી છે જ્યાં રવિન્દ્ર જાડેજાને સન્માનિત કરવામાં આવ્યા છે. તે એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે IPLમાં 100થી વધુ વિકેટ ઝડપી છે, 1900થી વધુ રન કર્યા છે.

ઇન્ડિયન પ્રીનિયર લીગ 2020 (IPL 2020) શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. શનિવારે 19 સપ્ટેમ્બરથી આઇપીએલ 2020 શરૂ થઇ રહી છે. પહેલી મેચ ગત સિઝનની ફાઇનલમાં રનર્સ અપ રહેનારી ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વચ્ચે પહેલી મેચ રમાશે. દુબઇમાં ચેન્નઇ ટીમ દ્વારા એવોર્ડ સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં જાડેજા  , ધોની સહીતના ખેલાડીઓને સન્માનીત કરાયા હતા.

આઇપીએલ શરૂ થાય તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ ટીમે એવોર્ડ સમારોહ રાખ્યો હતો. જેમાં ચેન્નઇ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) ગોલ્ડન ટોપી આપવામાં આવી હતી તો ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાને  ગોલ્ડન તલવાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Dubai IPL Indian Premier League 2020 Ravindra Jadeja આઈપીએલ ક્રિકેટ દુબઈ રવિન્દ્ર જાડેજા IPL 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ