ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Indian Oilમાં ભરતી પડી છે, 12 પાસ યુવાઓ, અરજી કરવા અહીં ક્લિક કરો

કરિયર / Indian Oilમાં ભરતી પડી છે, 12 પાસ યુવાઓ, અરજી કરવા અહીં ક્લિક કરો

Published By: Bijal Vyas

Last Updated: 02:20 PM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IOCL તરફથી આ ભરતી પાઇપલાઇન વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી છે. તેમાં ટેકનિકલ અને નોન-ટેકનિકલ એપ્રેન્ટિસ બંને પ્રકારની જગ્યાઓનો સામેલ છે.

ADVERTISEMENT

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે તેના પાઇપલાઇન ડિવિઝનમાં એપ્રેન્ટિસશીપ ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ ભરતી હેઠળ દેશના અલગ અલગ રીજનમાં કુલ 394 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે.

IOCL તરફથી આ ભરતી પાઇપલાઇન વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી છે. તેમાં ટેકનિકલ અને નોન-ટેકનિકલ એપ્રેન્ટિસ બંને પ્રકારની જગ્યાઓનો સામેલ છે. પસંદ કરાયેલા ઉમેદવારોને ચોક્કસ સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ આપવામાં આવશે, જે તેના ભવિષ્યમાં વધુ સારા કરિયરનો અવસર મળી શકશે.

આ ભરતીમાં કુલ 394 જગ્યાઓ ખાલી છે. જેમાં ઇસ્ટર્ન રીજનમાં 101, વેસ્ટર્ન રીજનમાં136, નોર્થર્ન રીજનમાં 54, સાઉથ રીજનમાં 40અને સાઉથ-ઇસ્ટર્ન રીજનમાં 36 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો તેમના સંબંધિત પ્રદેશો અનુસાર અરજી કરી શકે છે.

અરજી કરનારા 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અથવા તેમની પાસે ITI કરેલુ હોવું જોઈએ. કેટલીક જગ્યાઓ માટે ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી પણ જરૂરી છે. શૈક્ષણિક લાયકાત પદના આધારે બદલાય છે, તેથી અરજી કરતા પહેલા યોગ્યતા જરુર તપાસી લો.

ઉમેદવારો માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 24 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટનો લાભ આપવામાં આવશે.

IOCL Pipeline Division Apprenticeship 2026 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી, 2026 સુધી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખ સુધી રાહ ન જુએ અને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લો.

IOCL અપ્રેંટિસશિપ માટે ઉમેદવારોને apprenticeshipindia.gov.in કે nats.education.gov.in પર રજિસ્ટ્રેશન કરવુ પડશે. ઇમેઇલ અને મોબાઇલ નંબરથી લોગઇન ડિટેલ્સ બનાવીને રજિસ્ટ્રેશન નંબર તથા પાસવર્ડથી પોર્ટલમાં પ્રવેશ કરો. લોગ ઇન કર્યા પછી Apply Online વિકલ્પ પર જઇને ફોર્મ ભરો, ફોટો-સાઇન અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. અરજી ફી ચૂકવો, ફોર્મ સબમિટ કરો અને તમારા રેકોર્ડ માટે પ્રિન્ટઆઉટ રાખો. વધુ જાણકારી માટે IOCLની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Oil Recruitment 12th pass IOCL jobs

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ