બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / સ્પોર્ટસ / Cricket / indian cricketer prithvi shaw refused to take selife 8 persons attack

ઘટના / ક્રિકેટર પૃથ્વી શો પર એટેક: સેલ્ફી લેવાની ના કહેતા બે લોકોએ કર્યો કારનો પીછો, જુઓ પછી શું થયું

Premal

Last Updated: 03:56 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બેટર પૃથ્વી શૉ પર જ્યારે લોકોએ પત્થરમારો કરવાનો શરૂ કર્યો ત્યારે તેઓ પોતાના મિત્રની કારમાં હતા.

  • પૃથ્વી શૉ પર મોટો હુમલો
  • સેલ્ફી લેવાની ના પાડતા થઇ બબાલ
  • ભડકેલા ટોળું મિત્રની કાર પર પથ્થરમારો કરવા લાગ્યુ

પૃથ્વી શૉ પર મુંબઈમાં મોટો હુમલો થયો

પૃથ્વી શૉ પર મુંબઈમાં મોટો હુમલો થયો છે. નસીબદાર છે કે આ હુમલામાં તેઓ માંડ-માંડ બચ્યા. તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ખરેખર તેઓ પોતાના એક મિત્રની કારમાં બેઠા હતા. આ દરમ્યાન શોની સાથે કેટલાંક લોકો સેલ્ફી લેવા માંગતા હતા. તેમણે ભારતીય બેટરને ઘણી વખત સેલ્ફી લેવા માટે કહ્યું પરંતુ બીજી વખત જ્યારે શૉએ સેલ્ફી લેવાની ના પાડી તો કેટલાંક લોકો ભડક્યા અને તેના મિત્રની કાર પર પથ્થરમારો કરવા લાગ્યા. શૉના મિત્રની કાર પર હુમલો કરવાના આરોપમાં મુંબઈ પોલીસે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. 

ભારતીય બેટર શૉ છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. તેઓ ચર્ચામાં પોતાની રમતના કારણે નહીં, પરંતુ એક પછી એક ઘટી રહેલી ઘટનાના કારણે છે. થોડા દિવસો પહેલા વેલેન્ટાઈન પર તેમની એડિટ ફોટો ખૂબ વાયરલ થઇ હતી, જેના પર શૉને બધાની સામે આવીને સ્પષ્ટતા આપવી પડી હતી. 

અભિનેત્રીની સાથેના ફોટા પર બબાલ 

14 ફેબ્રુઆરીએ શૉની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અભિનેત્રી નિધિ તપાડિયાની સાથે તેમની એક ફોટો શેર થઇ. નિધિને તેમણે પોતાની પત્ની જણાવી. આ ફોટોને થોડી મિનિટમાં ડિલીટ પણ કરી દેવામાં આવી પછી શૉએ સ્પષ્ટતા આપતા કહ્યું કે કોઈ તેમની તસ્વીર એડિટ કરી રહ્યું છે અને આવી વસ્તુઓ બતાવી રહ્યું છે, જે ઈન્સ્ટાગ્રામ પર તેમણે પોસ્ટ કરી નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે કોઈ પણ વાતને સાચી ન માનવામાં આવે. 

લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે શૉ

છેલ્લાં લાંબા સમયથી શૉનુ નિધિ સાથે નામ જોડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા નિધિએ એક તસ્વીર પોસ્ટ કરી હતી. તેમણે આ સાથે લખ્યું હતુ કે મિત્ર મને લૈલા કહે છે. તેમની આ પોસ્ટ પર શૉએ લખ્યું કે તે મિત્ર કોણ છે. આ સાથે ભારતીય બેટરે ગુસ્સાવાળી ઈમોજી પણ શેર કરી. સોશિયલ મીડિયામાં બંનેની આ વાતચીત બાદ બંનેના રિલેશનશિપના સમાચાર સામે આવવા લાગ્યા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ