બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે સિયાચીન અને ગલવાન સુધી પ્રવાસીઓ જઈ શકશે, ભારતીય સેનાનો મોટો નિર્ણય

નેશનલ / હવે સિયાચીન અને ગલવાન સુધી પ્રવાસીઓ જઈ શકશે, ભારતીય સેનાનો મોટો નિર્ણય

Last Updated: 02:26 PM, 28 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવાસના શોખીનો અને ખાસ કરીને ટ્રેકિંગ કરતા લોકો માટે મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે. જાણો સેનાએ પ્રવાસીના હિત માટે શું નિર્ણય કર્યો છે.

Tourists Can Visit Siachen And Galwan: ભારતીય સેનાએ એક મોટો નિર્ણય કર્યો છે જેનાથી પ્રવાસી અને ખાસ કરીને ટ્રેકિંગ કરતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ જશે. ભારતીય સેનાના નિર્ણય મુજબ હવે પ્રવાસીઓ સિયાચીન ગ્લેશિયર, કારગિલ અને ગલવાન ખીણની બરફીલા શિખરોની મુલાકાત લઈ શક્શે.

આ માટે ભારતીય સેનાએ નિર્ણય કર્યો

દેશના નાગરિકો આ દુર્ગમ યુદ્ધભૂમિનો સીધો અનુભવ કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્મી ચીફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ જાણકારી આપી. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીર આતંકવાદથી પર્યટન તરફ વળ્યું છે અને સેનાએ આ પરિવર્તનની સુવિધા આપી છે.'

જનરલ દ્વિવેદીએ પુણેમાં આપ્યુ વ્યાખ્યાન

જનરલ દ્વિવેદી ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (DDSS), સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દ્વારા આયોજિત જનરલ બીસી જોશી મેમોરિયલ લેક્ચર સિરીઝના ભાગરૂપે 'ભારતની વિકાસ ગાથાને સુરક્ષિત કરવામાં ભારતીય સેનાની ભૂમિકા અને યોગદાન' પર વ્યાખ્યાન આપી રહ્યા હતા.

કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે અપાર સંભાવનાઓ

આ ઉપરાંત જનરલ દ્વિવેદીએ વધુમાં કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે. પ્રવાસન ક્ષમતા ખૂબ ઊંચી છે અને તાજેતરના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 48 વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં અમારી પાસે પ્રવાસીઓની સંખ્યા બમણી કરવાની ક્ષમતા છે.'

ભારતીય સેના વિશેષ તાલીમ આપવા પ્રતિબદ્ધ

આ ઉપરાંત વધુમાં જણાવતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 'ભારતીય સેના પ્રવાસ આયોજકો અને ઓપરેટરોને સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને સરહદી વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે વિશેષ તાલીમ આપવા માટે પ્રતિબદ્ધ છે. પર્વતારોહણ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં સ્થાનિક લોકોને તાલીમ આપવી એ અમારા તાલીમ કાર્યક્રમનો એક ભાગ છે, જેમાં ટ્રાન્સ-હિમાલયન ટ્રેક, ઉત્તરાખંડમાં 'સોલ ઓફ સ્ટીલ' ટ્રેક અને તમામ નાગરિકો માટે સિયાચીન ગ્લેશિયર સુધીનો ટ્રેક શરૂ કરવાનો સમાવેશ થાય છે.'

કારગિલ અને ગલવાનની ઓળખ

જનરલ દ્વિવેદીએ વધુમાં કહ્યું કે, 'અમે પ્રવાસીઓ માટે કારગિલ અને ગલવાન સહિતના યુદ્ધક્ષેત્રો પણ પ્રવાસીઓ માટે ખોલી રહ્યા છીએ, જેથી તેઓ આવા યુદ્ધક્ષેત્રનો સ્વયં અનુભવ મેળવી શકે.'

વધુ વાંચો : હવે ભારતમાં જ બનશે ઇજેક્શન સીટ પેરાશૂટ, આ શહેરને મળ્યો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી

નોંધનીય છે કે, લદ્દાખના કારાકોરમ પર્વતમાળામાં સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. કારગિલ, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશનો એક જિલ્લો, 1999ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું સ્થળ હતું. તો જૂન 2020માં, લદ્દાખની ગલવાન નદીની ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian army Indian tourists siachen galwan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ