બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / India Will stop getting S-400 air defense system from Russia

આડઅસર! / રશિયા પર ધડાધડ લાગી રહેલા પ્રતિબંધને લઇને ભારતની આ ડીલ પર ચિંતા વધી, રશિયન રાજદૂતનું મોટું નિવેદન

Dhruv

Last Updated: 04:07 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ત્યારે હવે એવાં પણ સવાલ થવા લાગ્યાં છે કે, શું હવે આ યુદ્ધની અસર ભારત સાથેના સંરક્ષણ કરાર પર પણ પડશે? શું પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની અસર S-400 એર ડિફેન્સ સિસ્ટમની ડિલીવરી પર પડશે? જાણો તેના જવાબમાં રશિયાના રાજદૂતે શું કહ્યું?

  • શું S-400 એર ડિફેન્સ સિસ્ટમની ડિલીવરીને થશે અસર?
  • રશિયાના રાજદૂતનો સૌથી મોટો ખુલાસો
  • રશિયા પર અનેક દેશોએ લગાવ્યાં છે પ્રતિબંધો

જાણો શું કહ્યું રશિયન રાજદ્વારીએ?

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવ (Denis Alipov) એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતા જણાવ્યું કે, 'ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની સપ્લાય કરવામાં અમને કોઇ પણ જાતનો અવરોધ નથી દેખાતો. અમારી પાસે આ કરારને શરૂ રાખવા માટે તંત્ર છે.' તેઓએ વધુમાં જણાવ્યું કે, 'રશિયા હંમેશા રાખમાંથી ફરી બેઠું થયું છે અને તે ફરીથી ઊભું થઇ જશે. અમે સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે મહત્વનાં નિર્ણય લીધા છે. અમારી અર્થવ્યવસ્થા દબાવમાંથી બહાર નીકળશે.'

રશિયા-ભારત વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ

ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમની પહેલો કન્સાઈનમેન્ટ મળી ચૂકી છે, પરંતુ અન્ય ચારની ડિલિવર થવાની બાકી છે. રશિયા તરફથી હજુ સુધી ડિલિવરીમાં વિલંબના કોઈ જ સંકેત જોવા નથી મળ્યાં. પરંતુ જો યુક્રેન સાથે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તે ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે. આ સિવાય, CAATSA કાયદા અંતર્ગત ખરીદી માટે અમેરિકાનો ભારત પર પ્રતિબંધ એક અલગ સંભાવના છે. અત્યાર સુધી અમેરિકાએ ચીન અને તુર્કી પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ ભારતની અવગણના કરવામાં આવી છે.

રશિયા-યુક્રેન સંકટથી ભારતને વધુ નુકસાન થવાની ધારણા છે

રશિયા-યુક્રેન સંકટના કારણે વૈશ્વિક બજાર જોખમમાં છે. વિશ્વભરના શેરબજારો ખરાબ રીતે રિકવરી કરી રહ્યાં છે. કેટલાંક દેશોના ચલણના મૂલ્યને પણ અસર થઈ છે. આ જિયોપોલિટિકલ ટેન્શનની ખરાબ અસર વૈશ્વિક બજાર પર જોવા મળી શકે છે. પ્રસિદ્ધ નાણાંકીય અને રિસર્ચ કંપની નોમુરા (Nomura) ના રિપોર્ટ અનુસાર, યુક્રેન સંકટના કારણે એશિયામાં સૌથી વધુ અસર ભારત પર પડી શકે છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલી કિંમતોની અસર ભારતને સૌથી વધુ અસર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ