બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / India V/S Bharat Controversy: Why is the issue of naming the country so hot now? What is the need to change the name?

મહામંથન / ઈન્ડિયા V/S ભારત વિવાદ: દેશના નામકરણનો મુદ્દો હવે કેમ ગાજ્યો? નામ બદલવાની જરૂરિયાત શું?

Vishal Khamar

Last Updated: 10:49 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G-20 સમિટમાં મહેમાનો રાષ્ટ્રપતિ તરફથી આપવામાં આવેલ આમંત્રણ પત્રિકાને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે આ આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસ દ્વારા અનેક સવાલો ઉઠાવ્યા હતા.

આપણા દેશમાં આ ચર્ચા અગાઉ બહુ થઈ નથી અને જો થઈ છે તો એ ચર્ચાએ બહુ જોર પકડ્યુ નથી. મુદ્દો ચગ્યો છે દેશનું નામ બદલવાનો. ચર્ચાએ જોર ત્યારે પકડ્યુ જયારે G-20 સમિટમાં રાષ્ટ્રપતિ તરફથી અપાયેલા રાત્રિ ભોજના આમંત્રણમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયું. તરત જ રાજકીય પક્ષો વહેંચાઈ ગયા અને એવી વાત ફેલાવા લાગી કે વર્તમાન સરકાર દેશનું નામ ઈન્ડિયામાંથી ભારત કરવા માંગે છે. વાત તો ત્યાં સુધી પણ થઈ કે 18 સપ્ટેમ્બરથી મળનારા સંસદના વિશેષ સત્રમાં જ સરકાર આ પ્રસ્તાવ લાવી દેશે. 

  • G20ના ડિનર માટે છપાયેલી આમંત્રણ પત્રિકા સામે આવ્યા બાદ વિવાદ થયો 
  • પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું
  • રાષ્ટ્રપતિ તરફથી મહેમાનોને આમંત્રણ માટેની પત્રિકા સામે આવ્યા બાદ વિવાદ 
  • કેન્દ્ર સરકાર ખાસ સત્રમાં દેશનું નામ બદલવાની હોવાની અટકળો તેજ થઇ

હવે સરકાર કે તેના વિરોધીઓના મનમાં શું છે તેને એકબાજુ રાખીએ અને બંધારણના અનુચ્છેદ-1ની જ વાત કરીએ તો તેમા બહુ સ્પષ્ટ શબ્દોમાં ઈન્ડિયા ધેટ ઈઝ ભારત લખ્યુ જ છે તો આ મુદ્દે એકબીજાનો વિરોધ અને વહેંચાઈ જવાની વાત શા માટે આવે છે. પાયાનો પ્રશ્ન એટલો જ છે કે ઈન્ડિયા વર્સી ભારત કરવાની જરૂર શા માટે પડી અને આ મુદ્દે વિવાદ કેમ છે.

  • ભાજપના નેતાઓ દ્વારા ઇન્ડિયાના બદલે ભારત શબ્દનો પ્રયોગ શરૂ
  • દેશનું નામ બદલવાને લઇ વિપક્ષી દળોના સરકાર પર સતત પ્રહાર 
  • સરકાર રાજ્યો પર હુમલો કરી રહી હોવાનો વિપક્ષનો આરોપ 

ઇન્ડિયા VS ભારત વિવાદ કેમ થયો?
G20ના ડિનર માટે છપાયેલી આમંત્રણ પત્રિકા સામે આવ્યા બાદ વિવાદ થયો છે.  પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે.  રાષ્ટ્રપતિ તરફથી મહેમાનોને આમંત્રણ માટેની પત્રિકા સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ  કેન્દ્ર સરકાર ખાસ સત્રમાં દેશનું નામ બદલવાની હોવાની અટકળો તેજ થઇ છે.  ભાજપના નેતાઓ દ્વારા ઇન્ડિયાના બદલે ભારત શબ્દનો પ્રયોગ શરૂ થયો છે.  દેશનું નામ બદલવાને લઇ વિપક્ષી દળોના સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે.   સરકાર રાજ્યો પર હુમલો કરી રહી હોવાનો વિપક્ષનો આરોપ છે.

  • બંધારણના આર્ટિકલ-1માં દેશના નામ અંગે માન્યતાનો ઉલ્લેખ
  • આર્ટિકલ-1માં ભારત અને INDIA બંન્ને નામને માન્યતા
  • 'ઇન્ડિયા એજ ભારત, જે રાજ્યોનો સંઘ રહેશે' તેવો આર્ટિકલ-1માં ઉલ્લેખ

બંધારણના આર્ટિકલ-1માં શું કહેવાયું છે?
બંધારણના આર્ટિકલ-1માં દેશના નામ અંગે માન્યતાનો ઉલ્લેખ છે.  આર્ટિકલ-1માં ભારત અને INDIA બંન્ને નામને માન્યતા છે. ત્યારે હવે  'ઇન્ડિયા એજ ભારત, જે રાજ્યોનો સંઘ રહેશે' તેવો આર્ટિકલ-1માં ઉલ્લેખ છે.  આર્ટિકલ-1માં ભારત અને INDIA બંન્ને શબ્દોનો સ્વીકાર છે.  બંધારણના આર્ટિકલ-1માંથી INDIA શબ્દ કેવી રીતે હટાવી શકાય તે અંગે સવાલો છે.  ફક્ત ભારત નામના ઉપયોગ માટે બંધારણમાં સુધારો જરૂરી છે. 

સુપ્રીમકોર્ટમાં પણ કરાઇ હતી અરજી
દેશનું INDIA નામ હટાવી ભારત રાખવા સુપ્રીમમાં અરજી કરાઇ હતી.  2016માં દેશનું નામ INDIA હટાવવા અંગે જાહેરહિતની અરજી થઇ હતી.  તત્કાલીન CJI ટી. એસ. ઠાકુર અને યુ યુ લલિતની બેન્ચે અરજી ફગાવી હતી. આ પ્રકારની અરજીઓ પર વિચાર ન કરી શકાય તેવું SCએ ટાંક્યું હતું. 2020માં પણ આ પ્રકારની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. 2020માં સુપ્રીમે આ પ્રકારની અરજી વિચારણા માટે કેન્દ્રને મોકલવાનું સૂચન કર્યું હતું. ઇન્ડિયાને બંધારણમાં પહેલેથી જ ભારત કહેવાયું હોવાનો SCએ ઉલ્લેખ કર્યો હતો.

  • આર્ટિકલ-1માં ભારત અને INDIA બંન્ને શબ્દોનો સ્વીકાર 
  • બંધારણના આર્ટિકલ-1માંથી INDIA શબ્દ કેવી રીતે હટાવી શકાય તે અંગે સવાલો
  • ફક્ત ભારત નામના ઉપયોગ માટે બંધારણમાં સુધારો જરૂરી

 

  • ભારત VS ઇન્ડિયા અંગે કોણે શું કહ્યું? 
  • અમિતાભ બચ્ચન, અભિનેતા 

ભારત માતા કી જય 

  • વિરેન્દ્ર સેહવાગ, પૂર્વ ક્રિકેટર

ટીમ ઇન્ડિયા નહીં ટીમ ભારત. આ વર્લ્ડકપમાં આપણે કોહલી, રોહિત, બુમરાહ, જડ્ડુને ચિયર કરીશું ત્યારે આપણા હ્રદયમાં ભારત હોય.

  • હિમંતા બિસ્વા સરમા, CM, આસામ

ભારત ગણરાજ્ય ખુશ છે અને ગૌરવ અનુભવે છે. આપણી સભ્યતા સાહસપૂર્વક અમૃતકાળની તરફ આગળ વધી રહી છે. ભાજપના નેતાઓ દ્વારા તો ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો પ્રયોગ સત્તાવાર રીતે શરૂ કરાયો છે.

  • જયરામ રમેશ, સાંસદ, કોંગ્રેસ 

રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના G20 ડિનર માટે સામાન્ય પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાના બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારતના નામે નિમંત્રણ મોકલ્યું છે. જો બંધારણની કલમ-1 વાંચીએ તો તેમાં લખ્યું છે કે ભારત કે જે ઇન્ડિયા છે, રાજ્યોનો એક સંઘ હશે. પણ હવે તો રાજ્યોના સંઘ પર પણ હુમલો કરાઇ રહ્યો છે.

કોંગ્રેસે ખેલ્યો હતો 'ભારત' પર દાવ

2012માં કોંગ્રેસે પણ 'ભારત' નામ આપવા બિલ રજૂ કર્યું હતું. 9 ઓગસ્ટ 2012ના દિવસે કોંગ્રેસ સાંસદ શાંતારામ નાઇકે બિલ રજૂ કર્યું હતું. રાજ્યસભામાં ખાનગી બિલ રજૂ કરી કોંગ્રેસે 3 ફેરફાર સૂચવ્યા હતા. 'ભારત તે ભારત' વાક્ય માટે એક જ શબ્દ ભારતનું સૂચન હતું. ભારત શબ્દ પ્રાદેશિક ખ્યાલનું પ્રતિબિંબ કરતું હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

ઇન્ડિયા શબ્દની ઉત્પત્તિ

સિંધુ નદીનું બીજું નામ ઇન્ડસ હતું. સિંધુ સભ્યતાને ગ્રીક લોકો ઇન્ડો તરીકે ઓળખતા હતા.  વિશ્વના અનેક દેશો ભારતને ઇન્ડસ ઘાટીની સભ્યતા કહેતા હતા. ઇન્ડસ વેલી સભ્યતાના ઉલ્લેખને લઇ અંગ્રેજોએ ઇન્ડિયા નામ પાડ્યું. ઇન્ડસ વેલી માટે લેટિનમાં વપરાતા શબ્દ ઇન્ડિયાને અંગ્રેજોએ પસંદ કર્યો હતો. 

ભારત શબ્દની ઉત્પત્તિ

ભારત શબ્દ અને નામ સાથે પૌરાણિક કથાઓનો સંદર્ભ જોડાયેલો છે.  ઋષભદેવના પુત્ર ભરત સાથે જોડાયેલો શબ્દ છે ભારત. હિંદુ ગ્રંથ સ્કંદ પુરાણમાં ઋષભદેવ અંગે ઉલ્લેખ કર્યો છે.  ઋષભદેવ નાભિરાજના પુત્ર હતા. ઋષભદેવના પુત્રનું નામ ભરત હતું. ભરત ચક્રવર્તી રાજા હતા અને ચારેય દિશામાં તેમનું સામ્રાજ્ય હતું. ભરત રાજાના સમયે ભારતને ભારતવર્ષ તરીકે ઓળખાતુ હતું. જમ્બુદ્વીપ, આર્યાવ્રત, ભારત ખંડ, ફ્યુગલ, હિન્દ જેવા નામે પણ ભારતને ઓળખવામાં આવતુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ