આવનાર નાણાકીય વર્ષ 2022-23માં તમારી સેલેરીમાં મોટો વધારો થઈ શકે છે.
કર્મચારીઓની સેલેરીમાં વધારો થઈ શકે છે વધારો
સેલેરીમાં 8 ટકા થઈ શકે છે વધારો
આર્થિક વૃદ્ધિમાં સુધારાની આશા
કોરોના કાળમાં ઘણા લોકોની નોકરી ગઈ તો ત્યાં જ ઘણા એવા લોકો પણ છે જેમની સેલેરીમાં ખૂબ કાપ મુકવામાં આવ્યો. પરંતુ આવનાર વર્ષ લોકો માટે સારો સાબિત થઈ શકે છે. હકીકતે આવતા નાણાકીય વર્ષ 2022-23માં તમારી સેલેરીમાં વધારો કરવામાં આવી શકે છે. દેશની કંપનીઓ હવે ધીરે ધીરે લોકડાઉન બાદ ઉભી થઈ રહી છે અને લોકો જરૂરીયાતના હિસાબથી ઓછા છે. તેના કારણે કર્મચારીઓની સેલેરીમાં વધારો કરવામાં આવી શકે છે.
સેલેરીમાં 8 ટકા થઈ શકે છે વધારો
એક રિપોર્ટ અનુસાર જો કોરોનાની ત્રીજી લહેર કંટ્રોલમાં રહે છે તો એપ્રિલ 2022થી શરૂ થનાર નાણાકીય વર્ષમાં કર્મચારીઓની સેલેરી લગભગ 8% ટકા વધી શકે છે. જે ચાલુ નાણાકીય વર્ષ માટે સર્વેક્ષણોના અનુમાન 6-8 ટકાથી વઘુ છે.
આર્થિક વૃદ્ધિમાં સુધારાની આશા
જણાવી દઈએ કે ભારતે આખા એશિયાભરમાં ઐતિહાસિક રૂપથી હંમેશા સૌથી વધુ વૃદ્ધિ દાખલ કરાવી છે. રિપોર્ટ અનુસાર, આવનાર બે વર્ષ સુધી આ સિલસિલો પથાવત રહેશે. પરંતુ હાલના વર્ષોમાં મોંઘવારીમાં વધારો થવાના કારણે તેમાં ઘટાડો નોંઘવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોના મહામારી વખતે જીવન જરૂરીયાતની કિંમતોમાં ફરી એક વખત વધારો થયો છે.
આ ક્ષેત્રોમાં જોવા મળ્યો હાઈક
ઈ-કોમર્સ, ફોર્માસ્યુટિકલ, આઈટી અને નાણાકીય સેવા ક્ષેત્રોએ પહેલા જ વેતનમાં વૃદ્ધિ કરવાની રજૂઆત કરી હતી. Aon Plcમાં ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ કોમર્શિયલ ઓફિસર રૂપંક ચોધરી અનુસાર, સંગઠિત ક્ષેત્ર માટે સ્કીલ્ડ શ્રમિતોની કમી ઉપલબ્ધતાના કારણે સેલેરીમાં વધારો થવાની આશા છે.