બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India squad for T20I series against England announced

Ind VS Eng / ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાનારી T20 સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર કરાઇ, જાણો કોને મળ્યું સ્થાન

Hiren

Last Updated: 10:44 PM, 20 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. 12 માર્ચથી T-20 સિરિઝ શરૂ થશે. ત્યારે જાણો કોને ટીમમાં સ્થાન મળ્યું છે.

  • ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર
  • 12 માર્ચથી T-20 સિરિઝ શરૂ થશે
  • T-20 સિરિઝની પાંચેય મેચ અમદાવાદમાં રમાશે

12 માર્ચથી રમાનારી T-20 સિરિઝની પાંચેય મેચ અમદાવાદમાં રમાશે. ત્યારે આ સિરિઝ માટે ભારતીય ટીમને જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીની કપ્તાન હશે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શિખર ધવન, શ્રેયર અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઇશાન કિશન, ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, સુંદર, રાહુલ તિવેટિયા, ટી.નટરાજન, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસી થઇ ગઇ છે. ત્યારે, સૂર્યકુમાર, રાહુલ તેવતિયાને પણ મોકો મળી ગયો છે. વિકેટકીપર તરીકે ઋષભ પંતની સાથે ઈશાન કિશનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિજય હજારે ટ્રોફીમાં શનિવારે ઈશાન કિશને ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યાર બાદ તેની પસંદગીને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

22 વર્ષના ઈશાને મધ્યપ્રદેશ વિરૂદ્ધ 94 બોલ પર 173 રનોની કપ્તાની ઇનિંગ રમી. આઈપીએલની તેમની ટીમ મુંબઈ ઇન્ડિયન્સે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી હતી. ઈશાન કિશન આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમે છે. ત્યારે આઈપીએલમાં ગુજરાત લાઇન્સ માટે પણ રમી ચૂક્યા છે.

ઈશાને આઇપીએલની 51 મેચોમાં 1211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સૌથી વધુ સ્કોર 99 રન રહ્યો છે અને તેમણે 7 અડધી સદી લગાવી છે. તેઓ 2016ના અંડર - 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. જોકે ભારતને આ વર્લ્ડ કપના ફાઇનલમાં વેસ્ટઇન્ડીઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

અંતે સૂર્યકુમારને મળ્યો મોક

મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટમાં અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સતત સારૂ પ્રદર્શન બાદ સૂર્યકુમાર યાદવની અંતે ટીમમાં પસંદગી કરવામાં આવી. ત્યારે, હરિયાણાના તેવતિયા પણ આઈપીએલમાં યાદગાર પ્રદર્શન બાદ ટીમમાં જગ્યા બનાવવા માટે સફળ રહ્યા. ડાબા હાથના કાંડાના સ્પિનર કુલદીપ યાદવ અને મનીષ પાંડેને ટીમથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ

  • પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય 12 માર્ચઃ અમદાવાદ
  • બીજી ટી20 આંતરરાષ્ટ્રીય 14 માર્ચઃ અમદાવાદ
  • ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય 16 માર્ચઃ અમદાવાદ
  • ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય 18 માર્ચઃ અમદાવાદ
  • પાંચમી ટી20 આંતરરાષ્ટ્રીય 20 માર્ચઃ અમદાવાદ
     

સંકળાયેલા મુદ્દાઓ

England India ઇંગ્લેન્ડ ક્રિકેટ ભારત Ind VS Eng T20
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ