ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્ડિયા પોસ્ટમાં વેકેન્સી પડી છે, જાણો અરજી પ્રક્રિયા સહિતની તમામ વિગત
Last Updated: 12:44 PM, 26 January 2026
ADVERTISEMENT
દેશભરના લાખો યુવાનો માટે એક મોટા અને સારા સમાચાર છે. ભારતીય પોસ્ટ વિભાગે વર્ષ 2026 માટે ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી અભિયાનની જાહેરાત કરી છે. આ ભરતી એવા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે જેમણે હમણાં જ 10મું ધોરણ પાસ કર્યું છે અને સરકારી નોકરી શોધી રહ્યા છે.
ADVERTISEMENT
આ ભરતી અભિયાન હેઠળ, દેશભરના 23 પોસ્ટલ સર્કલમાં કુલ 28,740 જગ્યાઓ ભરવામાં આવશે. નોંધનીય છે કે આમાં કોઈ લેખિત પરીક્ષા નહીં હોય; પસંદગી ફક્ત મેરિટ (10મા ધોરણના ગુણ) પર આધારિત હશે.આ જ કારણ છે કે આ ભરતી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સત્તાવાર સૂચના (Notification PDF) 31 જાન્યુઆરી 2026 ના રોજ indiapostgdsonline.gov.in પર જાહેર કરવામાં આવશે અને તે જ દિવસથી ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ થશે.
કઇ પોસ્ટ માટે થઇ રહી છે ભરતી?
ADVERTISEMENT
આ ભરતીમાં ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની જગ્યાઓનો સમાવેશ થાય છે.આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે, ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ, મેરિટ ફક્ત 10 માં મેળવેલા ગુણના આધારે નક્કી કરવામાં આવશે. ઉંમરની આવશ્યકતાઓ પૂર્ણ કરવી જરુરી છે. લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે. નિયમો અનુસાર અનામત શ્રેણીઓ માટે ઉંમરમાં છૂટ મળશે.
પગાર કેટલો હશે?
ADVERTISEMENT
પગાર પોસ્ટ પ્રમાણે અલગ અલગ હશે, જેમાં GDS/ABPM દર મહિને 10,000 થી 24,470 ની વચ્ચે અને BPM દર મહિને 12,000 થી 29,380 ની વચ્ચે પગાર રહેશે. સરકારી નિયમો અનુસાર આ પગાર સમયાંતરે સુધારી શકાય છે.
ઇન્ડિયા પોસ્ટ GDS 2026 માટે અરજી કેવી રીતે કરવી?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ