ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્કેમર્સના નિશાના પર ભારત! દુનિયામાં સૌથી વધુ સાયબર એટેકના ભોગ બની રહ્યા છે ભારતીયો

સાવધાન / સ્કેમર્સના નિશાના પર ભારત! દુનિયામાં સૌથી વધુ સાયબર એટેકના ભોગ બની રહ્યા છે ભારતીયો

Published By: Pravin Joshi

Last Updated: 02:59 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ભારતીય વપરાશકર્તાઓ સાયબર હુમલાઓ દ્વારા સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક અહેવાલ બહાર સામે આવ્યો છે, જેમાં જણાવાયું છે કે સાયબર હુમલાખોરો દ્વારા ભારત સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ડિજિટલ યુગમાં સાઇબર હુમલાઓનો ખતરો ઝડપથી વધી રહ્યો છે અને હવે ચોંકાવનારી હકીકત સામે આવી છે કે સ્કેમર્સ માટે ભારત જ સૌથી મોટું ટાર્ગેટ બન્યું છે. સ્વિસ સાઇબર સુરક્ષા કંપની Acronis Cyberthreats ની તાજેતરની રિપોર્ટ મુજબ ભારત આ મામલે બ્રાઝીલ અને સ્પેનને પણ પાછળ છોડીને ટોચ પર પહોંચી ગયું છે.

CYBER-CRIME

વિન્ડોઝ ડિવાઇસ સૌથી વધારે જોખમમાં

વિન્ડોઝ ડિવાઇસ સૌથી વધારે જોખમમાં છે. કારણ કે મે 2025માં ભારતના 12.4% વિન્ડોઝ ડિવાઇસમાં મેલવેર જોવા મળ્યો હતો. જૂનમાં આ આંકડો વધીને 13.2% પર પહોંચી ગયો. આ વિશ્વમાં સૌથી વધુ છે, એટલે કે વિન્ડોઝ યુઝર્સ ભારતમાં સૌથી મોટા ભોગ બને છે.

cyber-fraud-last

ઓફિશિયલ ઈમેઇલ પર વધી રહ્યા છે હુમલા

2024ની શરૂઆતમાં ઓફિશિયલ ઈમેઇલ પર થતા હુમલાઓનું પ્રમાણ 20% હતું. 2025માં તે વધી ને 25.6% પર પહોંચી ગયું છે. કારણ એ છે કે સાઇબર ક્રિમિનલ્સ હવે AI ટૂલ્સનો ઉપયોગ કરીને પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ જેવી માહિતી ચોરી રહ્યા છે.

cyber-fraud-3

AI બન્યું સાઇબર ક્રિમિનલ્સનું હથિયાર

Generative AI ને કારણે ફિશિંગ ઈમેઇલ, ખોટા બીલ, નકલી વેબસાઇટ્સ અને ડીપફેક ઘોટાળા બનાવવાં સહેલા અને સસ્તા થઈ ગયા છે. Cl0p, Akira અને Qilin જેવા રેન્સમવેર ગ્રુપ્સે દુનિયાભરમાં પોતાની પ્રવૃત્તિ વધારી દીધી છે. અપરાધીઓ રિમોટ મેનેજમેન્ટ સોફ્ટવેર મારફતે મેલવેર ઝડપથી ફેલાવી રહ્યા છે.

cyber-fraud--2

કેવી રીતે થાય છે હુમલો?

  • નકલી ઈમેઇલ અને મેસેજ મોકલીને લોકો સાથે છેતરપિંડી.
  • લોકોને લલચાવીને તેમની પ્રાઈવેટ માહિતી, પાસવર્ડ અને બેંક ડીટેઈલ્સ ચોરી લેવાં.
  • રેન્સમવેર દ્વારા કમ્પ્યુટર લોક કરીને પૈસા માંગવા.
cyber-fraud

સૌથી વધારે ખતરા હેઠળના સેક્ટર્સ

  • મેન્યુફેક્ચરિંગ
  • IT
  • ટેલિકોમ

વધુમાં વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ દેશમાં મફત ભણતરની સાથે મળશે અનેક સુવિધા

બચાવ માટે શું કરવું?

Acronis કંપનીનો ઈશારો છે કે માત્ર સાવધાની રાખવી પૂરતી નથી. જો હુમલો થાય તો ઝડપથી રિકવરી કરી શકાય તેવી સિસ્ટમ હોવી અત્યંત જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber ​​Security Scammers Cyber ​​Attacks

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ