ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતે અમેરિકા સહિત 24 દેશો સાથે હાથ મિલાવ્યો, 6G ટેક્નોલોજીથી AI, સેમિકન્ડક્ટર-ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિની તૈયારી!
5 ફોટો ગેલેરી
Last Updated: 12:18 PM, 8 September 2026
1/5
5Gની સફળતા બાદ હવે ભારતે 6G તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જોકે વૈશ્વિક સ્તરે 5G સેવાઓનો હજુ પણ વિસ્તાર થઈ રહ્યો છે, તેમ છતાં ભારત સરકારે અગાઉથી જ 6G માટેનો પાયો નાખીને દૂરદર્શિતાનું પ્રદર્શન કર્યું છે. ડિજિટલ દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે, દેશે અમેરિકાના નેતૃત્વ હેઠળના એક મુખ્ય ગ્લોબલ અલાયન્સમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ એક એવું પગલું છે જે આગામી થોડા વર્ષોમાં દેશના ટેક્નોલોજી સેક્ટરના આખુ ચિત્ર બદલી નાખશે. 6G નેટવર્ક માત્ર ઇન્ટરનેટની ગતિમાં જ વધારો નહીં કરે, પરંતુ AI થી લઈને રોબોટિક્સ સુધીના દરેક સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકશે.
2/5
યુનાઇટેડ સ્ટેટ્સે સંચાર ક્રાંતિના ભવિષ્યને ઘડવા માટે એક વૈશ્વિક પહેલ શરૂ કરી છે. યુએસ વાણિજ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 6G ટેક્નોલોજી વિકસાવી રહેલા અન્ય 24 દેશોના મજબૂત જૂથમાં હવે ભારત પણ સામેલ થયું છે. આ મહત્વપૂર્ણ સમજૂતી તાજેતરમાં નોર્થ કેરોલિનાના ચેપલ હિલ ખાતે યોજાયેલી G20 ઇનોવેશન મિનિસ્ટિરિયલ બેઠક દરમિયાન કરવામાં આવી હતી.આ વિશેષ બેઠક દરમિયાન, ભારતના વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ અને યુએસ વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાઓ બાદ જ ભારતના આ ગઠબંધન ઓફિશિયલ રુપથી સામેલ થવા પર અંતિમ મોહર લાગી છે.
ADVERTISEMENT
3/5
G20 ઇનોવેશન બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે કર્યું હતું. તેમની સાથે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) સહિતના વિવિધ મહત્વપૂર્ણ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા અંગેના સહિયારા હિતોને સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, આ જૂથ 6Gના ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. પરિષદના સમાપન સમયે, તમામ દેશોના મંત્રીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, ઉભરતી નવી ટેકનીકોને દુનિયાભરના લોકો માટે પ્રગતિના નવા માર્ગો ખોલી શકે છે.
4/5
વાણિજ્ય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે યુએસ સેક્રેટરી હોવર્ડ લુટનિક સાથે માત્ર 6G વિશે જ નહીં, પરંતુ અન્ય અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. બંને નેતાઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે સંકળાયેલા સેમિકન્ડક્ટર્સ અને ડેટા સેન્ટર્સ અંગે પણ મહત્વપૂર્ણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બેઠક દરમિયાન, રાજ્ય મંત્રીએ 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM 2.0) માં અમેરિકાના રોકાણમાં વધારો થવાની સંભાવના પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, AI ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી મજબૂત કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિતિન પ્રસાદે 'X' પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રો ઉભરતી ડિજિટલ અર્થવ્યવસ્થાના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે પોતાની પોસ્ટમાં G20 ની અમેરિકન અધ્યક્ષતા દ્વારા આપવામાં આવેલા ઉષ્માભર્યા આતિથ્ય બદલ વિશેષ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
5/5
અમેરિકાની મુલાકાત દરમિયાન યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકોએ વૈશ્વિક ટેક્નોલોજી એજન્ડાને ઘડવામાં ભારતની વધતી જતી ભૂમિકાને સ્પષ્ટપણે દર્શાવી છે. આ ભાગીદારી એ બાબત પર ભાર મૂકે છે કે ભારત હવે AI, સેમિકન્ડક્ટર્સ અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) સહિતની વિવિધ અત્યાધુનિક ટેક્નોલોજીઓનો લાભ લેવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ ટેક્નોલોજીઓ દેશમાં આર્થિક વિકાસને વેગ આપશે અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે નવીનતાના નવા દ્વાર ખોલશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ઉપરાંત, વ્હાઇટ હાઉસની 'ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી' (OSTP) એ આ G20 સમિટનું આયોજન કર્યું હતું. આવા મહત્વપૂર્ણ મંચ પર ભારતની ઉપસ્થિતિ દેશના સતત વધી રહેલા વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે. 6G ટેક્નોલોજી ઇન્ટરનેટની ગતિને વર્તમાન 5G કરતા અનેકગણી વધારે ઝડપી બનાવશે. તકનીકી વિકાસની સાથે સાથે આ સંયુક્ત મંચ સાયબર સુરક્ષાના મુદ્દાઓ સામે એક મજબૂત સુરક્ષા કવચ તરીકે પણ કામ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Ganesh Chaturthi 2026 / 14 સપ્ટેમ્બરે બિરાજશે બાપ્પા, જ્યોતિષ મુજબ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે અને ધનલાભના યોગ બનશે!
ટોપ સ્ટોરીઝ