બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / India is pouring billions of dollars into Canada's economy every year, you will be shocked to know the statistics
Megha
Last Updated: 10:53 AM, 26 September 2023
ADVERTISEMENT
ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જ્યારે એક ભારતીય રાજદ્વારીને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવ્યો છે, ત્યારે ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દરવાજો બતાવી દીધો હતો.આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચેના બગડતા સંબંધોની અસર વેપાર પર પણ પડવાની આશંકા છે. જો આવું થયું તો કોને કેટલું નુકસાન થશે ચાલો એ વિશે જાણીએ.
ADVERTISEMENT
કેનેડામાં ભારતીય મૂળના 14 લાખ લોકો રહે છે
2021ની વસ્તી ગણતરી મુજબ ભારતીય મૂળના લગભગ 14 લાખ લોકો કેનેડામાં રહે છે. આ 14 લાખ લોકોમાંથી અડધી વસ્તી શીખોની છે. આ સાથે કેનેડાના રાજકારણમાં શીખોનો ખાસ્સો પ્રભાવ છે. આ જ કારણ છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો શીખોને નારાજ કરવા માંગતા નથી અને ભારત સાથેના પોતાના સંબંધો દાવ પર લગાવી રહ્યા છે.
કેનેડાની અર્થવ્યવસ્થામાં ભારતીય વિદ્યાર્થીઓનું વાર્ષિક અબજો ડોલરનું યોગદાન
ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની અર્થવ્યવસ્થામાં વાર્ષિક અબજો ડોલરનું યોગદાન આપી રહ્યા છે. દર વર્ષે પંજાબમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જાય છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વાર્ષિક આશરે રૂ. 68,000 કરોડ ($8 બિલિયન) ખર્ચે છે. પરંતુ જો તમે ભારતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરો કે જેઓ પોસ્ટ-સેકંડરી શિક્ષણ માટે કેનેડા જાય છે, તો આ રકમ લગભગ $20 બિલિયન (રૂ. 1,66,240 કરોડ) હોઈ શકે છે. આ અંદાજ કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કોલેજની સરેરાશ ફી અને રહેવાની કિંમત પર આધારિત છે.
ભારતમાંથી દર વર્ષે આટલી મોટી રકમનો પ્રવાહ કેનેડા-ભારત સંબંધોનું મહત્વ દર્શાવે છે. ભારતમાં વધતી જતી ઉપભોક્તા માંગ માત્ર ભારતીય અર્થતંત્રને વેગ આપી રહી નથી પરંતુ હવે વિદેશી અર્થતંત્રોમાં પણ યોગદાન આપી રહી છે.
કેનેડામાં 3.4 લાખ પંજાબી વિદ્યાર્થીઓ
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ના ડેટા અનુસાર, વર્ષ 2022 માં ભારતીય વિદ્યાર્થીઓ માટે કુલ 2,26,450 વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા. આમાંથી નોંધપાત્ર ભાગ, લગભગ 1.36 લાખ વિદ્યાર્થીઓ પંજાબના હતા, જેઓ બે થી ત્રણ વર્ષની સરેરાશ અવધિ સાથે વિવિધ અભ્યાસક્રમોમાં જોડાયા હતા. સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગ એજન્સીઓના વર્તમાન અંદાજ મુજબ, હાલમાં કેનેડાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે 3.4 લાખ પંજાબી વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.
કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી હજારો ડોલર કમાય છે
એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે એટલે કે 2022માં કુલ પાંચ લાખ વૈશ્વિક વિદ્યાર્થીઓ કેનેડા આવ્યા હતા, જેમાંથી 2 લાખ 26 હજાર 450 વિદ્યાર્થીઓ એકલા ભારતના હતા. તદનુસાર, કેનેડા પહોંચનારા વૈશ્વિક વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો 41 ટકા હતો. વૈશ્વિક વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડિયન અર્થતંત્રમાં અંદાજે $30 બિલિયનનો વધારો કરે છે. સ્વાભાવિક છે કે આમાં સૌથી મોટો ફાળો ભારતીય વિદ્યાર્થીઓનો છે. આવી સ્થિતિમાં જો બંને દેશો વચ્ચેના સંબંધો બગડે છે તો ભારત સરકાર તેના વિદ્યાર્થીઓના કેનેડા જવા પર પ્રતિબંધ લગાવી શકે છે. જો આમ થશે તો કેનેડાની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે.
બંને દેશો વચ્ચે 8.16 અબજ ડોલરનો વેપાર
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને કેનેડા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધ્યો છે અને 2022-23માં તે વધીને $8.16 બિલિયન થઈ ગયો છે. બંને દેશો વચ્ચેના આ પરસ્પર વેપારમાં, ભારત કેનેડામાં $4.1 બિલિયનની નિકાસ કરે છે અને કેનેડામાંથી $4.06 બિલિયનની આયાત કરે છે. ભારતે કેનેડાના પેન્શન ફંડમાં $45 બિલિયનનું રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં જો બંને દેશો વચ્ચેના સંબંધો બગડશે તો કેનેડાને વધુ નુકસાન સહન કરવું પડશે.
કયું મોટું અર્થતંત્ર છે?
જણાવી દઈએ કે કેનેડાની જીડીપી 2.2 ટ્રિલિયન ડોલર છે. જ્યારે ભારતની 3.75 ટ્રિલિયન ડોલર છે. કેનેડા વિશ્વની અર્થવ્યવસ્થામાં નવમા ક્રમે છે જ્યારે ભારત પાંચમા ક્રમે છે. ભારત દવાઓ અને સ્ટીલ જેવી ચીજવસ્તુઓની કેનેડામાં નિકાસ કરે છે અને કેનેડામાંથી કઠોળ, કૃષિ સામાન અને અન્ય સામાન ખરીદે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.