બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Amidst tensions with India, US comes out in support of Canada, Sri Lanka says 'Canada is a safe haven for terrorists'
Megha
Last Updated: 10:21 AM, 26 September 2023
ADVERTISEMENT
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એ ભારત વિરુદ્ધ આરોપો લગાવ્યા બાદ ઘણા દેશો તરફથી આ મામલે નિવેદનો આવી રહ્યા છે. એવામાં હવે ટ્રુડોના નિવેદનથી શ્રીલંકા નારાજ થઈ ગયું છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ આ વિવાદમાં અલી સાબરીએ ભારતનું સમર્થન કર્યું છે અને કેનેડાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું છે. સાથે જ કહ્યું કે કેનેડાના વડા પ્રધાન માટે કોઈપણ પુરાવા વિના કેટલાક ભડકાઉ આક્ષેપો કરી રહ્યું છે.
On India-Canada row, Sri Lanka’s Foreign Minister Ali Sabry says "The Canadian PM has this way of just coming out with some outrageous allegations without any supporting proof. The same thing they did for Sri Lanka, a terrible, total lie about saying that Sri Lanka had a…
— DD News (@DDNewslive) September 26, 2023
ADVERTISEMENT
ટ્રુડો આવા જ પાયાવિહોણા આરોપો લગાવે છે
ભારત પર ખોટા આરોપો લગાવવા બદલ ઘણા દેશોએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી છે અને હવે શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ પણ આ વિશે નિવેદન આપ્યું છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે,' જસ્ટિન ટ્રુડો આવા જ પાયાવિહોણા આરોપો લગાવે છે. અગાઉ કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ શ્રીલંકા વિરુદ્ધ ભ્રામક અને વાંધાજનક નિવેદનો આપ્યા હતા. તેણે શ્રીલંકા વિશે એવું કહ્યું હતું કે નરસંહાર થયો હતો પણ દરેક વ્યક્તિ જાણે છે કે આપણા દેશમાં કોઈ નરસંહાર થયો નથી. '
'કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું'
આગળ એમને કહ્યું કે 'કેનેડા કેટલાક આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે અને કેનેડાની સરકાર તેમને મદદ કરી રહી છે.' શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ વધુમાં કહ્યું કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને કોઈ પણ દેશ સામે કોઈ પુરાવા વિના વાંધો ઉઠાવવાની અને અપમાનજનક આરોપો કરવાની જૂની આદત છે.
Breaking: "India's response is firm, we support India...we suffered from terrorism..zero tolerance for terrorism," says Sri Lanka High Commissioner @SLinIndia @MilindaMoragoda on Canada's allegations on India. Spoke at @FCCNewDelhi pic.twitter.com/75rNeAnIA3
— Sidhant Sibal (@sidhant) September 25, 2023
દેશ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે
ભારતમાં શ્રીલંકાના આઉટગોઇંગ હાઈ કમિશનર મેલિન્ડા મોરાગોડાએ કહ્યું છે કે કેનેડાના આરોપો પર ભારતનો જવાબ 'મજબૂત અને સીધો' છે અને કોલંબો આ મામલે નવી દિલ્હીને સમર્થન આપે છે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકોને આતંકવાદને કારણે નુકસાન થયું છે અને તેમનો દેશ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.
કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ અને ભારતે સહકાર આપવો જોઈએ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "અમે કેનેડિયન વડા પ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ખૂબ જ ચિંતિત છીએ. અમે કેનેડિયન સાથીદારો સાથે ગાઢ સંપર્કમાં છીએ.'' મિલરે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ''અમે માનીએ છીએ કે આ એક મહત્વપૂર્ણ ઘટના છે. કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ.અમે ભારત સરકારને કેનેડાની તપાસમાં સહકાર આપવા જાહેર અને ખાનગી રીતે અપીલ કરી છે.'
US state dept on Canada India row
— Sidhant Sibal (@sidhant) September 26, 2023
-deeply concerned by the allegations
-in close contact with our Canadian partners
-critical that Canada’s investigation proceed
-urged the Indian Government to cooperate https://t.co/hJ3qCo7X3a pic.twitter.com/7boyhH5Awp
જણાવી દઈએ કે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના પછી, 18 સપ્ટેમ્બરે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અચાનક ભારતીય એજન્સીઓ પર આ હત્યા કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. જસ્ટિન ટ્રુડોના આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે કેનેડા દ્વારા હજુ સુધી નિજ્જરની હત્યા અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.