બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / India Inc may dole out 9.8% salary hike in 2023: Survey

મોટી ખુશખબર / નોકરિયાતના ખિસ્સા છલકાઈ જશે ! 2023માં 10 ટકા પગાર વધારો, બેસ્ટ પર્ફોમન્સ કરનારને બખ્ખાં

Hiralal

Last Updated: 06:17 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023નું વર્ષ નોકરી કરનારા લોકો માટે ઘણી સારા આશા લઈને આવ્યું છે. કંપનીઓ કર્મચારીઓને 10 ટકા સુધી પગાર વધારો આપી શકે છે તેવું એક સર્વેમાં જણાવાયું છે.

  • નોકરી કરનાર લોકો માટે સારા સમાચાર 
  • એપ્રિલમાં કંપનીઓ આપી શકે 10 ટકા પગાર વધારો
  • બેસ્ટ પર્ફોમન્સ કરનારને તો 10 ટકાથી પણ વધુ મળી શકે
  • કોર્ન ફેરીના સર્વેમાં થયો ખુલાસો 

2023નું વર્ષ નોકરી કરનારા લોકો માટે સારી આશા લઈને શરુ થયું છે. આ વર્ષમાં કર્મચારીઓને નોકરીમાં પગાર વધારો મળવાની પૂરી શક્યતા છે અને કંપનીઓએ તેને માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. કોર્ન ફેરીના તાજેતરના સર્વે અનુસાર, 
આ વખતે ભારતમાં કંપનીઓ કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.8 એટલે કે લગભગ 10 ટકાનો વધારો કરી શકે છે. જે 2022માં ગયા વર્ષ કરતા થોડો વધારે છે. 2022માં આ આંકડો 9.4 ટકા હતો.

બેસ્ટ વર્ક કરનારને તો 10 ટકાથી પણ વધારે પગાર 
કોર્ન ફેરીના તાજેતરના સર્વે અનુસાર, જે કર્મચારીઓ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમના માટે આ પગાર વધારો ઘણો વધારે હશે. આ સર્વેમાં 8,00,000થી વધુ કર્મચારીઓ ધરાવતી 818 સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. આ સર્વે અનુસાર ભારતમાં 2023માં પગારમાં 9.8 ટકાનો વધારો થવાનો અંદાજ છે. કોરોના મહામારીથી પ્રભાવિત 2020 માં પગાર વધારો, 6.8 ટકા કરતા ઘણો ઓછો હતો. 

વિશ્વમાં મંદી પણ ભારતના જીડીપીમાં 6 ટકા વધારાની ધારણા 
કોર્ન ફેરીના ચેરમેન અને રિજનલ મેનેજિંગ ડિરેક્ટર નવનીત સિંહે કહ્યું છે કે, વિશ્વભરમાં મંદી અને આર્થિક મંદીની વાતો ચાલી રહી છે, પરંતુ ભારતીય અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 6 ટકાના દરે વધવાની ધારણા છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપનાર કર્મચારીઓ માટેનો પગાર વધારો  15 ટકાથી 30 ટકા સુધીનો હોઈ શકે છે.

કયા સેક્ટરમાં કેટલા ટકા પગાર વધારાની આશા 
સર્વિસ સેક્ટરમાં 9.8 ટકા, ઓટો સેક્ટર માટે 9 ટકા, કન્ઝ્યુમર ગુડ્સ માટે 9.8 ટકા અને રિટેલ ક્ષેત્રમાં 9 ટકા પગાર વધારાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ