ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / 280 kmphની ઝડપે દોડવા બુલેટ ટ્રેન તૈયાર, પ્રથમ ટ્રાયલ ક્યારે? રેલવે મંત્રીએ જણાવ્યું
7 ફોટો ગેલેરી
Last Updated: 01:53 PM, 24 November 2026
1/7
2/7
ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે ટ્રાયલ માટે તૈયાર થઈ રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ સૌથી પહેલાં સુરતથી બિલિમોરા વચ્ચે ટ્રેન દોડાવવાનું આયોજન છે. આશરે 50 કિલોમીટરના આ સેક્શનમાં મે 2027 દરમિયાન પ્રથમ ટ્રાયલ કરવામાં આવે તેવી શક્યતા છે.રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રથમ ટ્રાયલ સફળ થયા બાદ આગામી તબક્કામાં અન્ય સેક્શન પર પણ કામગીરી આગળ વધારવામાં આવશે. આ સાથે ભારતમાં હાઈસ્પીડ રેલવેની નવી શરૂઆત થશે.
ADVERTISEMENT
3/7
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટું કામ પૂરું થયું છે. સુરત-બિલિમોરા વચ્ચેના 50 કિલોમીટર લાંબા ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 20 નવેમ્બરે આ સેક્શનમાં વીજળી ચાલુ કરવામાં આવી હતી.આ ટ્રેક પર 2x25 KV ટ્રેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમ હાઈસ્પીડ ટ્રેનને જરૂરી વીજળી પૂરી પાડશે. હવે આ સેક્શનમાં સિગ્નલિંગનું કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાની યોજના છે. સિગ્નલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાયલની પ્રક્રિયા આગળ વધશે.
4/7
ભારતની પહેલી બુલેટ ટ્રેન B-28નું મે 2027માં ટ્રાયલ કરવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન ટ્રેનને 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાનું આયોજન છે. જોકે, આ ટ્રેનની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.ટ્રેનની સુરક્ષા અને ટેક્નિકલ ક્ષમતા ચકાસવા માટે સ્ક્વીઝ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં ટ્રેને અપેક્ષા કરતાં બમણું વાતાવરણીય દબાણ સહન કર્યું હોવાનું જણાવાયું છે. આ પરીક્ષણ ટ્રેનની મજબૂતી અને તેની ડિઝાઇનની ચકાસણી માટે કરવામાં આવે છે.
ADVERTISEMENT
5/7
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને એકસાથે શરૂ કરવાને બદલે અલગ-અલગ તબક્કામાં ચાલુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા વચ્ચે ટ્રેનની ટ્રાયલ અને કામગીરી આગળ વધશે.આગળ અમદાવાદથી વાપી વચ્ચેનો સેક્શન 2027ના અંત સુધીમાં શરૂ કરવાની આશા છે. જ્યારે મુંબઈના ઠાણેમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી ટ્રેન પહોંચતા 2029 સુધીનો સમય લાગી શકે છે. એટલે કે ગુજરાતમાં બુલેટ ટ્રેનની શરૂઆત પહેલાં થશે અને મુંબઈ સુધી પહોંચતા વધુ સમય લાગશે.
6/7
મુંબઈથી અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા-નગર હવેલીમાંથી પસાર થશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે.મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)થી શરૂ થતી આ ટ્રેન ઠાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને અમદાવાદ થઈને સાબરમતી સુધી પહોંચશે. આ સ્ટેશનોના કારણે ગુજરાતના અનેક મોટા શહેરોને હાઈસ્પીડ રેલવેની સુવિધા મળશે.
ADVERTISEMENT
7/7
બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. જ્યારે મુંબઈથી અમદાવાદ વચ્ચે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાનું આયોજન છે.આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીમાં મોટો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને વેપાર, નોકરી અને ધંધાના કામે વારંવાર બંને શહેરો વચ્ચે મુસાફરી કરતા લોકોને ફાયદો થશે. ગુજરાતમાં સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ જેવા શહેરો પણ આ હાઈસ્પીડ નેટવર્ક સાથે જોડાશે. જોકે, ટ્રેન ક્યારે શરૂ થશે તે અંતિમ સમયમર્યાદા પ્રોજેક્ટની કામગીરી અને ટ્રાયલના પરિણામો પર આધારિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ