બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:04 PM, 27 January 2026
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)એ વૈશ્વિક વેપારની દિશામાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. 27 જાન્યુઆરીના રોજ આ સમજૂતી પર સત્તાવાર રીતે મોહર લાગતા જ તેને ભારત માટે ગેમચેન્જર તરીકે જોવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કરારને દાયકાઓથી અટવાયેલી વાતચીતનો સફળ અંત ગણાવ્યો અને કહ્યું કે આ ડીલ ભારત અને યુરોપ વચ્ચે વિશ્વાસ, વિકાસ અને સહકારના નવા યુગની શરૂઆત કરશે.
ADVERTISEMENT
Sharing my remarks during the India-EU Business Forum. https://t.co/MXJIaE7eE4
— Narendra Modi (@narendramodi) January 27, 2026
આ કરાર હેઠળ ભારત અને યુરોપિયન યુનિયન એકબીજાના બજારો મોટા પાયે ખોલવા પર સંમત થયા છે. અંદાજે 90 ટકા સુધીના ઉત્પાદનો પર લાગતા ટેરિફને ધીમે ધીમે ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે. તેના પરિણામે યુરોપમાંથી આવતાં ઘણા ઉત્પાદનો ભારતમાં સસ્તા થશે, જ્યારે ભારતીય ઉત્પાદનોને યુરોપના વિશાળ બજારમાં સરળ પ્રવેશ મળશે. આ બદલાવ ભારતના નિકાસક્ષેત્ર માટે મોટી તક લઈને આવ્યો છે.
ADVERTISEMENT
This agreement will drive trade, investment and innovation while strengthening our strategic relationship.
— Narendra Modi (@narendramodi) January 27, 2026
It reflects our shared resolve to shape a stable, prosperous and future-ready economic relationship. #IndiaEUTradeDeal @EU_Commission @vonderleyen https://t.co/f65vYIamAl
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતના નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ચામડાના ઉત્પાદનો, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં યુરોપમાં માંગ વધશે. આ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડાતા ભારતીય કંપનીઓ વધુ સ્પર્ધાત્મક બની શકશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કરારના કારણે 2031 સુધીમાં ભારતના નિકાસમાં આશરે 50 અબજ ડોલરનો વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
Today is a day that will be remembered forever, marked indelibly in our shared history.
— Narendra Modi (@narendramodi) January 27, 2026
European Council President António Costa and European Commission President Ursula von der Leyen and I are delighted to announce the conclusion of the historic India-EU Free Trade Agreement.… pic.twitter.com/yaSlPm2b2L
આ કરારનો એક મહત્વપૂર્ણ પાસો ગ્રીન ટ્રાંઝિશન સાથે જોડાયેલો છે. યુરોપિયન યુનિયન તરફથી આગામી બે વર્ષમાં ભારતને લગભગ 500 મિલિયન યુરોની સહાય આપવામાં આવશે, જેનો ઉપયોગ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણમૈત્રી વિકાસને પ્રોત્સાહન આપવા માટે થશે. આ સહાય ભારતના ગ્રીન એનર્જી અને ક્લાઈમેટ એક્શન લક્ષ્યોને મજબૂતી આપશે.
ADVERTISEMENT
This landmark deal between the 2nd largest and 4th largest economies of the world promises to create unprecedented opportunities and open new avenues of growth as well as cooperation. This deal will benefit the entire global community.
— Narendra Modi (@narendramodi) January 27, 2026
It would help create quality jobs in key… pic.twitter.com/9RAv8vY0W9
યુરોપના બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સસ્તા બનતા ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોને સીધી સ્પર્ધા મળશે. ભારત વધુ માત્રામાં અને વધુ કેટેગરીમાં ઉત્પાદનો યુરોપમાં સપ્લાય કરી શકશે. આ માત્ર વેપાર વધારો નહીં, પરંતુ ભારતને વૈશ્વિક સપ્લાય ચેનમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.
ADVERTISEMENT
The historic agreement with EU, which is India’s largest Free Trade Agreement in history, has substantial benefits for the 1.4 billion people of India. It will:
— Narendra Modi (@narendramodi) January 27, 2026
Make access to European markets easier for our farmers and small industries.
Create new opportunities in… pic.twitter.com/q2yZiIMnlC
ભારતમાં યુરોપિયન રોકાણમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે. જર્મની, ફ્રાન્સ અને ઇટાલી જેવી દેશોની કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ઓટોમોબાઈલ અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારી શકે છે. આ રોકાણોથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વેગ મળશે અને સીધા તથા પરોક્ષ રીતે લાખો નવી નોકરીઓ સર્જાવાની સંભાવના છે.
ADVERTISEMENT
સેવા ક્ષેત્ર માટે પણ આ કરાર મહત્વપૂર્ણ સાબિત થશે. આઈટી, સોફ્ટવેર, ફિનટેક અને પ્રોફેશનલ સર્વિસિસ માટે યુરોપિયન બજારમાં પ્રવેશ સરળ બનશે. સાથે જ યુરોપિયન કંપનીઓ માટે ભારતીય બજારમાં કામ કરવું સરળ બનશે, જેના કારણે લાંબા ગાળે વ્યૂહાત્મક અને આર્થિક મજબૂતી વધશે.
Addressing the joint press meet with European Council President António Costa and European Commission President Ursula von der Leyen.@eucopresident @vonderleyen @EUCouncil @EU_Commission https://t.co/0hh4YX8DHe
— Narendra Modi (@narendramodi) January 27, 2026
મશીનરી, રાસાયણિક અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં ટેરિફમાં મોટો ઘટાડો થવાનો છે. મશીનરી પર 44 ટકા સુધી, કેમિકલ્સ પર 22 ટકા અને ફાર્માસ્યુટિકલ્સ પર 11 ટકા સુધીના શુલ્ક મોટા ભાગે દૂર કરવામાં આવશે. પરિણામે દવાઓ, મેડિકલ ઉપકરણો અને ઔદ્યોગિક મશીનરી વધુ સસ્તી થશે, જે આરોગ્ય અને ઉદ્યોગ બંને ક્ષેત્રોને લાભ આપશે.
આ ડીલનો સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો કાર પરના ટેક્સમાં ઘટાડો છે. યુરોપિયન કાર પર લાગતો ટેરિફ ધીમે ધીમે ઘટીને 10 ટકા સુધી આવશે. જોકે, આ લાભ માટે દર વર્ષે 2.5 લાખ વાહનોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ પગલાથી ભારતીય ગ્રાહકોને સસ્તી પ્રીમિયમ કાર્સ મળશે અને ઓટો ઇન્ડસ્ટ્રીમાં સ્પર્ધા વધશે.
આ ઉપરાંત, યુરોપિયન વાઇન, બીયર અને સ્પિરિટ્સ પર ટેક્સમાં ઘટાડાથી આ ઉત્પાદનો વધુ સસ્તા થશે. ઓલિવ ઓઇલ, માર્જરીન અને વેજિટેબલ ઓઇલ પર ટેરિફ સંપૂર્ણપણે હટાવવામાં આવ્યો છે. મેડિકલ અને સર્જિકલ સાધનો પર લગભગ 90 ટકા ઉત્પાદનો માટે ટેક્સ દૂર થવાથી સારવાર અને તપાસ વધુ સસ્તી બનવાની શક્યતા છે. સાથે જ ફાઇનાન્શિયલ અને મેરીટાઇમ સેવાઓ જેવી સેવાઓ પણ વધુ સરળ અને સસ્તી બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.