ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / india could soon get a nasal covid 19 vaccine bharat biotech

ખુશખબર / ભારત બનાવી રહ્યું છે કોરોના કિલર Nasal સ્પ્રે, ઈન્જેક્શનવાળી રસીની નહીં પડે જરુર

Published By: Dharmishtha

Last Updated: 05:40 PM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને કોરોના રસીના મોર્ચા પર જલ્દી વધુ એક સારા સમાચાર મળી શકે છે. ભારત બાયોટેક દેશમાં જલ્હી Nasal રસીના ટ્રાયલ શરુ કરવા જઈ રહી છે. નાગપુરમાં આ રસી પહેલા અને બીજા ફેઝના ટ્રાયલ કરવામાં આવશે. Nasal રસીને નાકના માધ્યમથી આપવામાં આવશે. જ્યારે અત્યાર સુધીમાં ભારતમાં જે બે રસી( કોવિશીલ્ડ, કોવેક્સીન)ને મંજૂરી મળી છે તે હાથ પર ઈન્જેક્શન આપીને આપવામાં આવે છે.

ADVERTISEMENT

  • ભારત બાયોટેક હજું પણ 2 ઈન્ટ્રા- નેઝલ રસી પર કામ કરી રહ્યું છે
  • આ Nasal રસીમાં 2ની જગ્યાએ એક જ ડોઝની જરુર રહેશે
  • ભારત બાયોટેક જલ્દી આ ટ્રાયલને લઈને ડીસીજીઆઈની સામે પ્રપોઝલ મુકશે

આ Nasal રસીમાં 2ની જગ્યાએ એક જ ડોઝની જરુર રહેશે

ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા ઈલ્લાના જણાવ્યાનુંસાર તેમની કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટીની સાથે કરાર કર્યા છે. આ Nasal રસીમાં 2ની જગ્યાએ એક જ ડોઝની જરુર રહેશે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે આ ઘણો સારો વિકલ્પ છે.

ભારત બાયોટેક જલ્દી આ ટ્રાયલને લઈને ડીસીજીઆઈની સામે પ્રપોઝલ મુકશે.

ડૉ. ચંદ્રશેખરના જણાવ્યાનુંસાર આવાનાર 2 અઠવાડિયામાં Nasal કોવાક્શિનનું ટ્રાયલ કરી દેવામાં આવશે. આ માટે અમારી પાસે જરુરી પુરાવા છે કે નાકથી આપવામાં આવનારી ઈન્જેક્શન વાળી રસીથી આ રસી વધારે સારી છે. ભારત બાયોટેક જલ્દી આ ટ્રાયલને લઈને ડીસીજીઆઈની સામે પ્રપોઝલ મુકશે.

ભારત બાયોટેક હજું પણ 2 ઈન્ટ્રા- નેઝલ રસી પર કામ કરી રહ્યું છે

જાણકારીમાં જણાવ્યાનુંસાર ભૂવનેશ્વર, પૂણે, નાગપુર, હૈદરાબાદમાં પણ આ રસીના ટ્રાયલ થશે. જ્યાં 18થી 65 વર્ષના લગભગ 40-45 વોલેન્ટિયરની પસંદગી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક હજું પણ 2 ઈન્ટ્રા- નેઝલ રસી પર કામ કરી રહ્યું છે. બન્ને રસી અમેરિકાની છે.

શું છે NASAL રસી

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જે રસીના બજારમાં આવે છે તેને વ્યક્તિના હાથ પર જ આપવામાં આવે છે.  પરંતુ NASAL રસીને નાકના માધ્યમથી આપવામાં આવે છે. જો કે નાકથી જ મોટા ભાગના વાયરસ ફેલાવાનો ખતરો છે. તેવામાં રસીના અસરકાર હોવાની શક્યતા વધારે છે.

વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચ મુજબ જો નાક દ્વારા રસી આપવામાં આવે છે તો શરીરમાં ઈમ્યૂન રિસ્પોન્સ ઘણી સારી રીતે તૈયાર થઈ શકે છે. આ નાકમાં કોઈ પ્રકારના ઈન્ફેક્શનને રોકી શકે છે જેથી તે શરીરમાં ન ફેલાય.


શું ઈન્જેક્શનથી વધારે સારી સાબિત થઈ શકે છે આ રસી?

એક્સપર્ટનું માનવું છે કે જો કોઈ પ્રકારની રસીને મંજૂરી મળે છે તો કોરોના સામે લડાઈમાં ગેમ ચેન્જર સાબિત થશે. કેમ કે જો ઈન્જેક્શન  લગાવવામાં આવે છે તો તેનાથી માણસોનું માત્ર નીચેનું લંગ્સ જ સલામત થઈ શકે છે. પરંતું જો નાક માર્ફતે રસી આપવામાં આવે તો તેનાથી ઉપર અને નીચેના બન્ને લંગ સુરક્ષિત થવાની શક્યતા છે.    NASAL રસી હાલમાં રહેલી રસીના સરખામણીએ ઓછી ખતરનાક અને આસાનીથી આપવામાં આવનારી રસી છે.  જે કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઝડપથી અસર કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતની પહેલા યુનાઈટેડ કિંગડમમાં NASAL રસીના ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. યુકેમાં કુલ 2 NASAL કોરોના રસીના ફેઝ 1ના ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Vaccination nasal કોરોના વાયરસ રસી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ