બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Budget 2024 / I.N.D.I.A. ગઠબંધન આવતીકાલે સંસદમાં બજેટને લઈ કરશે વિરોધ પ્રદર્શન, વિપક્ષની મીટીંગમાં લેવાયો નિર્ણય
Last Updated: 09:23 PM, 23 July 2024
Union Budget 2024: ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ બજેટ સામે સંસદમાં વિરોધ કરવાનો પડકાર ફેંક્યો છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે.
ADVERTISEMENT
વિરોધ પક્ષોએ મોદી સરકારના પ્રથમ બજેટ 3.Oને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. આ શ્રેણીમાં બુધવારે સવારે 10.30 કલાકે વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા એલાયન્સના નેતાઓ સંસદમાં વિરોધ પ્રદર્શન કરશે. ઇન્ડિયા ગઠબંધનનો આરોપ છે કે કેન્દ્રીય બજેટમાં રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.
મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી અને આ દરમિયાન તમામ નેતાઓ એકઠા થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી, શરદ પવાર, જયરામ રમેશ, પ્રમોદ તિવારી, સંજય સિંહ, ડેરેક ઓબ્રાયન, કલ્યાણ બેનર્જી, ટીઆર બાલુ, તિરુચી શિવા, સંતોષ કુમાર, સંજય રાઉત, મોહમ્મદ બસીર, હનુમાન બેનીવાલ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. જો કે આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના કોઈ નેતાએ હાજરી આપી ન હતી.
ADVERTISEMENT
आज कांग्रेस अध्यक्ष श्री @kharge और नेता विपक्ष श्री @RahulGandhi की मौजूदगी में INDIA गठबंधन के फ्लोर लीडर्स की बैठक हुई।
— Congress (@INCIndia) July 23, 2024
इस बैठक में INDIA गठबंधन के वरिष्ठ नेता मौजूद रहे।
📍 नई दिल्ली pic.twitter.com/VtIneU1jDg
શું નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર થશે?
ADVERTISEMENT
કેન્દ્રીય બજેટથી નારાજ વિરોધ પક્ષોના તમામ મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે નીતિ આયોગની બેઠક 27 જુલાઈના યોજાવાની છે. આજે યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના પક્ષો નીતિ આયોગનો બહિષ્કાર કરવાના પક્ષમાં છે. જો કે, મમતા બેનર્જી આ બેઠક માટે 26 જુલાઈએ જ દિલ્હી પહોંચી રહ્યા છે.

ADVERTISEMENT
કેજરીવાલની તબિયત અંગે ચર્ચા
ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં જેલમાં બંધ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ કેજરીવાલની બગડતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ટૂંક સમયમાં જ ઈન્ડિયા એલાયન્સ સંયુક્ત નિવેદન બહાર પાડશે.
ADVERTISEMENT
વધું વાંચોઃ NEET UG પરીક્ષા ફરીવાર નહીં યોજાય, સુપ્રીમ કોર્ટનો આદેશ, કહ્યું 'પુરાવા પૂરતા નથી
એમકે સ્ટાલિને શું કહ્યું?
ADVERTISEMENT
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કહ્યું કે તેઓ કેન્દ્રીય બજેટમાં તમિલનાડુની અવગણનાને લઈને 27 જુલાઈએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે. સ્ટાલિને આરોપ લગાવ્યો કે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવો ઉચીત છે. કારણ કે કેન્દ્રએ તમિલનાડુની સંપૂર્ણ અવગણના કરી છે. તેમણે કહ્યું કે અમે તમિલનાડુના અધિકારો સુનિશ્ચિત કરવા માટે લોકોની કોર્ટમાં લડત ચાલુ રાખીશું. મહત્વની વાત એ છે કે કેન્દ્રીય બજેટના વિરોધમાં બુધવારે દિલ્હીમાં ડીએમકેના સાંસદો વિરોધ પ્રદર્શન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.