બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india beat south africa third test

ટેસ્ટ / ટીમ ઈન્ડિયાનું ધમાકેદાર દિવાળી સેલિબ્રેશન, સાઉથ આફ્રિકાનો 3-0થી વ્હાઈટવોશ કર્યો

Divyesh

Last Updated: 10:02 AM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે દિવાળીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળી પહેલા જ ટીમ ઇન્ડિયાએ દેશવાસીઓને મહાજીતની ગીફ્ટ આપી દીધી છે. ત્રણ ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીની સેનાએ દક્ષિણ આફ્રિકાને 3-0થી વ્હાઇટવોશ આપ્યો છે. આજરોજ રાંચી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રનથી પરાજય આપ્યો છે.

રાંચી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 9 વિકેટે 497 રન કરી ઇનિંગ્સને ડીકલેર કરી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 162 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે ભારતે પ્રથમ ઇનિંગ્સના આધાર પર ભારતને 335 રનની લીડ મળી હતી. જેને લઇને ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલઓન કર્યું હતું. આમ દક્ષિણ આફ્રિકાની ટીમ ફોલઓન બાદ બીજી ઇનિંગ્સમાં 133 રન પર ઓલઆઉટ થઇ ગઇ. 

ભારત-આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે માત્ર 12 બોલની રમત રમાઇ. ચોથા દિવસની બીજી ઓવરમાં પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા સ્પિનર શહબાજ નદીમે સતત બે બોલમાં બે વિકેટ ઝડપતાં દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઇનિંગ્સમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા સામેની બીજી ઇનિંગ્સમાં  ભારત તરફથી શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નદીમ અને ઉમેશ યાદવે 2-2 વિકેટ ઝડપી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

India South Africa test ક્રિકેટ દક્ષિણ આફ્રિકા ભારત IndVsSA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ