બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / india ban onion export causes price hikes neighboring countries bangladesh nepal bhutan maldives

મોટો નિર્ણય / ભારતના આ એક નિર્ણયથી માલદીવ સહિત 5 દેશો હચમચી ઉઠ્યાં, લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

Arohi

Last Updated: 05:33 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Ban Onion Export: ગયા અઠવાડિયે 8 ડિસેમ્બરે ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદથી ઘણા દેશમાં ડુંગળીની અછત ઉભી થઈ છે. ડુંગળીની કમીના કારણે પાડોસી દેશ બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત ખૂબ જ વધી રહી છે.

  • ભારતે ડુંગળીની નિકાસ પર લગાવ્યો છે પ્રતિબંધ 
  • બીજા દેશોમાં વધી રહ્યા છે ડુંગળીના ભાવ 
  • માલદીવ સહિત 5 દેશોમાં હાહાકાર

દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર રોક લગાવી દીધી છે. ભારતના આ પગલાની પડોસના દેશો પર પણ અસર પડી છે. રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાયેલા પ્રતિબંધ બાદ પડોસી દેશ બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત ખૂબ જ વધારે છે. 

ગયા અઠાવાડિયે 8 ડિસેમ્બરે ડીજીએફટીની તરફથી જાહેર આદેશ અનુસાર, 31 માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ રહેશે. તેના પહેલા ઓગસ્ટમાં ભારતે તહેવારની સીઝનને જોતા ડુંગળીના નિકાસ પર 40 ટકાનો ચાર્જ લગાવ્યો હતો. ત્યાર બાદ ઓક્ટોબરમાં ભારતે ડુંગળી નિકાસના નવા ન્યૂનતમ ભાવ 800 ડોલર પ્રતિ ટન કરી દીધો હતો. ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી કે જ્યારે આ સમયગાળો 31મી ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો હતો.

બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત 
ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત 200 ટકા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. જ્યારે બેનથી એક જ દિવસ પહેલા ડુંગળીની કિંમત 130 ટકા પ્રતિ કિલોગ્રામ હતી. 

ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશે સ્થાનીક ડુંગળીની કિંમતોમાં વધારાને લઈને કહ્યું છે કે એક અઠવાડીયા પહેલા જ ડુંગળી 105-125 ટકા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી હતી. તે હવે 180થી 190 ટકા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. જે ડુંગળી આપણે જથ્યાબંધ ભાવમાં 90-100 ટકા પ્રતિ કિલોગ્રામ ખરીદતા હતા. તે હવે 160થી 170 ટકા પ્રતિ કિલોગ્રામ ખરીદી રહ્યા છે. 

ભૂતાનમાં ડુંગળીના ભાવ 
ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધ બાદ ભૂતાનમાં પણ ડુંગળીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. ભૂતાનમાં ડુંગળી 150 નગુલ્ટ્રમ પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. રાજધાની થિમ્પૂના સ્થાનીક લોકોનું કહેવું છે કે આજ ડુંગળી પહેલા 50થી 70 નગુલ્ટ્રમ પ્રતિ કિલો વેચાઈ રહી હતી. 

ભૂતાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના એક રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળી નિકાસ પર લગાયેલા બેન દ્વારા ભૂતાનના અન્ય ભાગોમાં પણ ડુંગળીની કિંમતો 100 નગુલ્ટ્રમ સુધી પહોંચી ગઈ છે.

નેપાળ સંપૂર્ણ રીતે ભારત પર નિર્ભર 
ભારત દ્વારા ડુંગળી નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના બાદ નેપાળમાં ડુંગળીની કિંમતો લગભગ બેગણી વધી ગઈ છે. જે ડુંગળી 100-100 રૂપિયે પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી હતી તે જ 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. સ્થાનીક વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની કિંમતોમાં વધારો થશે કારણ કે નેપાળ ઘણી હદ સુધી ભારતથી આયાત કરેલ ડુંગળી પર નિર્ભર છે. 

નેપાળ ડુંગળી આપાત માટે લગભગ સંપૂર્ણ રીતે ભારત પર નિર્ભર છે. એવામાં ભારત દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ત્યાં પણ ડુંગળીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં નેપાળે ભારત પાસેથી 6.75 અબજ રૂપિયાની લગભગ 190 ટન ડુંગળી આયાત કરી હતી. 

માલદિવ પણ ડુંગળી માટે ભારત પર નિર્ભર 
નેપાળની જેમ જ માલદિવ પણ ભારત પાસેથી આયાત કરે છે. એવામાં સ્થાનીક બજારોમાં ડુંગળીની કમીના કારણે ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર ભારત દ્વારા બેન લગાવ્યા પહેલા માલદીવમાં જે ડુંગળી 200થી 350 રૂપિયા પ્રતિ બોરી વેચાઈ રહી હતી. તેજ ડુંગળી હવે 500 રૂપિયા પ્રતિ બોરીથી લઈને 900 રૂપિયા પ્રતિ બોરી વેચાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ